તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાત લાઇબ્રેરી એસો. દ્વારા રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહની ઉજવણી કરવા અનુરોધ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંચનની પ્રવૃતિને વેગ મળે તે હેતુસર સરકાર દ્વારા દર વર્ષે 14 નવેમ્બરથી 20 મી નવેમ્બર દરમિયાન દર વર્ષે રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહની ઊજવણી કરવામાં આવે છે. જોકે, આણંદ શહેર સહિત સમગ્ર જિલ્લા અને રાજ્યમાં મોટાભાગની કોલેજ, શાળા, યુનિવર્સિટીઓમાં સપ્તાહની નોંધ પણ લેવામાં આવતી નથી ત્યારે ગુજરાત લાયબ્રેરી એસોસિયેશન દ્વારા રાષ્ટ્રિય ગ્રંથાલય સપ્તાહની ઉત્સાહભેર ઊજવણી કરવામાં આવે તેવો અનુરોધ એસોસિયેશન દ્વારા કરવામાં આવ્યો છે.

સરકાર દ્વારા દર વર્ષે ગ્રંથાલય પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવા માટે અને વાચકો ગ્રંથાલય તરફ વધુ રસ લેતા થાય તે હેતુથી 14 નવેમ્બરથી 20 નવેમ્બર દરમિયાન રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહની ઊજવણી કરવામાં આવે છે. સામાજિક ઉત્થાન અને દેશના વિકાસમાં ગ્રંથાલયો અભૂતપૂર્વ ભાગ ભજવતા હોય છે. સારૂં વાંચન દેશને એક નવી દિશા બક્ષે છે. સરકારી ગ્રંથલયો હરખભેર આ સપ્તાહ ઉજવે છે પરંતુ ખાનગી શાળા-કોલેજો અને તેની લાયબ્રેરીઓમાં ઊજવણી થતી નથી. ગુજરાત લાયબ્રેરી એસોશોએશન(GLA) એ રાજ્ય કક્ષાએ કાર્યરત સંગઠન છે. તે ગ્રંથાલય અને ગ્રંથપાલો માટે સદાયે કાર્યરત રહે છે. ત્યારે આ સંદર્ભે ગુજરાત લાયબ્રેરી એસોસિયેશન દ્વારા દરેક ગ્રંથપાલને સરકારના અભિયાનને વેગ બનાવવા અપીલ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...