તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

GSTTA દ્વારા ગુજરાત સુપર ટેબલ ટેનિસ લીગ લોન્ચ કરવામાં આવી, 6માંથી પાંચ ટીમોને ઓનર મળ્યા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન દ્વારા અમદાવાદ ખાતે શુક્રવારે ગુજરાત સુપર ટેબલ ટેનિસ લીગને લોન્ચ કરવામાં આવી. આ લીગનો પ્રારંભ અગાઉ એપ્રિલમાં થવાનો હતો પરંતુ કોરોના વાઈરસના કારણે હવે તે મે મહિનામાં કે તે પછી યોજાય તેવી શક્યતા છે. જીએસએલ લીગની પ્રથમ સિઝન 4 દિવસની રહેશે અને સુરત ખાતે રમાશે. જેમાં પ્રથમ રાઉન્ડ રોબિન ફોર્મેટ અને પછીની મેચો નોકઆઉટ ફોર્મેટમાં રમાશે.આ લીગ માટે ટૂંક સમયમાં ખેલાડીઓની પણ આઈપીએલ સ્ટાઈલમાં હરાજી થશે. દરેક ટીમમાં 2 નેશનલ અને 2 સ્ટેટ લેવલના ખેલાડીઓ તથા 2 કોચ સામેલ રહેશે. નેશનલ લેવલના ખેલાડીઓ માટે હરાજીની બેઝ પ્રાઈઝ 10 હજાર, 20 હજાર અને 30 હજાર રાખવામાં આવી છે. જ્યારે સ્ટેટ લેવલના ખેલાડી માટે બેઝ પ્રાઈઝ 8 હજાર, 16 હજાર, 24 હજાર રાખવામાં આવી છે. લીગમાં અર્જુન એવોર્ડ મેળવનાર હરમિત દેસાઈ, U-21માં વર્લ્ડ જુનિયર નંબર-2 માનવ ઠક્કર, ભારતની ઈન્ટરનેશનલ વિમેન્સ ખેલાડી ક્રિત્વિકા સિંહા રોય, પૂજા સહસ્ત્રબુદ્ધે અને રીથ રશિયા ભાગ લેશે. આ લીગનું સંચાલન ગવર્નિંગ કાઉન્સિલ કરશે જેમાં પૂર્વ ખેલાડી પથિક મહેતા, આણંદ ડિસ્ટ્રિક્ટ એસો.ના કાંતિ ભુવા, GSTTAના રૂજલ પટેલ, ઈન્ટરનેશનલ રેફરી હરિ પિલ્લાઈ અને GSTTAના કેરમન પટેલનો સમાવેશ થાય છે. GSTTAના પ્રમુખ વિપુલ મિત્રાએ જણાવ્યું કે અમુક વર્ષ અગાઉ ગુજરાત ટેબલ ટેનિસમાં ક્યાંય નહોતું પરંતુ ખેલાડી-અધિકારીઓની મદદથી તે આજે ટોપ પર છે.

જીએસએલમાં ભાગ લેનારી ટીમો

ટીમ ઓનર

ભાયાણી સ્ટાર્સ જતિન ભાયાણી (ભાવનગર)

કટારિયા કિંગ્સ રોહન કટારિયા (અમદાવાદ)

મલ્ટિમેટ માર્વેલ હર્ષદ પંચાલ (અમદાવાદ)

શામલ સ્કવૉડ મલય ઠક્કર (સુરત)

તાપ્તિ ટાઈગર્સ વિપિન ઝાલાન (સુરત)

લીગમાં માનવ ઠક્કર-હરમિત દેસાઈ સહિતના જાણીતા ખેલાડીઓ રમશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો