તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોકુલધામ નારની વિદ્યાર્થિની ખેલ મહાકુંભ-2019માં રાજ્યકક્ષાએ પસંદગી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ ભાસ્કર | ગોકુલધામ નારની શાળામાં ધોરણ-8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની શ્રુતિ મિશ્રા ખેલ મહાકુંભ-2019માં રાજ્યકક્ષાની રમત માટે પસંદગી પામી છે. શાળાના શારીરિક શિક્ષણના અધ્યાપક મનોજભાઈના માર્ગદર્શન હેઠળ થામણા મુકામે યોજાયેલા અંડર-14 શતરંજ (ચેસ)ની રમતમાં તેમણે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી આ સિદ્ધિ હાંસલ કરી છે. આ પ્રસંગે શાળાના આચાર્ય મનીષભાઈ ચાવડાએ અને સંસ્થાના સ્વપ્નદ્રષ્ટા શુકદેવ પ્રસાદ દાસજી સ્વામી અને હરિકેશવદાસજી સ્વામીએ વિદ્યાર્થિનીને અભિનંદન પાઠવી રાજ્યકક્ષાએ પણ વિજેતા બને એ માટે આશીર્વાદ પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...