તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભેંસના પેટમાંથી 5 કિલો પ્લાસ્ટીક અને 500 ગ્રામનું દોરડુ નિકળ્યુ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

બોરસદ તાલુકના પામોલ અને બોરસદમાં ઘરઆંગણે બાંધેલી બે ભેંસોનું આણંદ જિલ્લા પશુપાલન વિભાગના 5 પશુ ચિકિત્સકોએ ચાર કલાકના સફળ ઓપરેશન બાદ બંને ભેંસના પેટમાંથી સિક્કા-લોખંડની પીનો અને પ્લાસ્ટીક કાઢી ભેંસોને નવજીવન બક્ષ્યું છે.જેમાં એક ભેંસના પેટમાંથી 5 કિલો પ્લાસ્ટીક,50 ગ્રામ લોખંડની કરચ અને 500 ગ્રામનું દોરડુ કાઢયું હતું.ત્યારે સવાલ એ થાય છે કે ઘર આંગણે બાંધેલી ભેંસના પેટમાં ચલણી સિક્કા,લોખંડની કરચ અને પ્લાસ્ટીક કેવી રીતે ગયા તે બાબત સૌને મુંઝવી રહી છે.

બોરસદ શહેરના આજીદખાન ઈનાયતખાન પઠાણ અને પામોલના ગોરધનભાઈ ઠાકોરની ભેંસ છેલ્લા કેટલાંક સમયથી ખાવાપીવાનું છોડી દીધું છે. દુધ પણ આપતી ન હતી.જો કે પશુપાલકોએ અમૂલ વેટેરનરી વિભાગની ચારથી પાંચ વિઝીટ કરાવી હતી.પરંતુ ભેંસોને કોઇ ફરક પડતો ન હતો.આ અંગે જણ આણંદ જિલ્લા પશુપાલન અધિકારી ડો.સ્નેહલ પટેલને થતાં તેઓએ વેટરનરી તબીબોને આ અંગેની માહિતી આપી સ્થળ ઉપર જઈ તપાસ કરી જરૂરી પગલાં ભરવા જણાવતા વેટરનરી તબીબો ડૉ.હિતેશ મકવાણા, ડૉ.ડી.જી.પટેલ, ડૉ નિકિતા પટેલ, ડૉ.પ્રહલાદ સોલંકી અને ડૉ. બંસરી સહિતની ટીમ બોરસદ પહોંચી ગઈ.વેટરનરી તબીબોની આ ટીમે બોરસદ પહોંચી જઈને આ બંન્ને ભેંસોની ચકાસણી કરતાં રૂમેનોટોમી હોવાનું જણાઈ આવતા તબીબોની ટીમે ખુલ્લામાં ભરબપોરે ઓપરેશન સતત ચાર કલાક સુધી હાથ ધરીને ભેંસોને રૂમેનોટોમીમાંથી મુક્ત કરી નવજીવન બક્ષવાની સાથે તંદુરસ્ત બનાવી.

ભેંસના પેટમાંથી પ્લાસ્ટીકનો જથ્થો નીકળ્યો

બોરસદ અને પામોલમાં ઘર આંગણે વાળામાં બાધેલી બે ભેંસોના પેટમાં રૂમેનોટોમી એટલે કે કચરો અનેલોખંડ હોવાનું માલુમ પડયું હતું. જો કે પેટમાં પ્લાસ્ટીક કે લોખંડનો કચરો હોય તો ખાવાપીવાનું ભેંસ બંધ કરી દે છે. દુધ પણ ઓછું આપે છે. બે ભેસોના ઓપરેશન કરવામાં આવ્યા હતા.જેમાં એક ભંેસમાંથી 5 કિલો પ્લાસ્ટીક ,લોખંડની કરચ,એક દોરડાનો ગુછો,ચલણી સિક્કા નીકળ્યા હતા.જે લંાબા ગાળે ભેંસને નુકશાન કરે છે.જો કે ઓપરેશન કરીને ભંેસનું પેટ સાફ કરવામાં આવ્યું છે.તેથી તેને કોઇ મુશ્કેલી નહીં પડે. > ડો સ્નેહલ પટેલ, પશુપાલન અધિકારી

ખોર-દાણ ભેગું લોંખંડની કરચ હોય છે

બજારનો ખોર ઉપર કયારે પ્લાસ્ટીક જોવા મળે છે.તો વળી કયારેક બજાર લાવેલા દાણમાં નાની કરચ હોવાની શકયતા રહેલી છે.જેથી વર્ષો દાણ કે ખાણ ખવડાવવાથી સામાન્ય લોખંડ કે પ્લાસ્ટીક જથ્થો ભેંગો થાય છે. તો વળી કયારે ગમાણમાં પડેલુ પ્લાસ્ટીક કે લોખંડના ખીલા વગેરે પશુઓ ખાઇ જાય છે. મોડાભાગના પશુપાલકોને ગમાણના મારીયા પર પ્લાસ્ટીકકોથળી લટકાવે છે.જે નીચે પડતાં પશુઓ ખાઇ જતાં હોય છે.તેના કારણે પેટમાં કચરો ભેગો થાય છે. > ડો હિતેશ મકવાણા, પશુ ચિકત્સક બોરસદ

સિક્કા, લોખંડની પીનો, પ્લાસ્ટીક કાઢી નવજીવન બક્ષ્યું

બોરસદમાં ઘર આંગણે બાંધેલી ભેંસનું ઓપરેશન કરાયું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો