તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વારંવાર પાણીની પાઇપલાઇન તૂટતાં રહીશો પાણીથી વંચિત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આણંદ-જિટોડીયા દાંડી માર્ગ પર વરસાદી પાણીના નિકાસ અર્થે તંત્ર દ્વારા નવીન ડ્રેનેજ લાઇન નાંખવાની કામગીરી હાથ ધરાઇ છે. ત્યારે વોટર વર્કસની પાઇપલાઇન તૂટી જતી હોઇ લાખો લિટર પાણીનો વેડફાટ થતો હોય છે. જેના પગલે કેટલીક વખત સ્થાનિક રહીશોને પીવાના પાણી માટે આમતેમ ભટકાવાનો વારો આવતો હોય છે.

આણંદ જિલ્લા દાંડી વિભાગ દ્વારા શહેરના બોરસદ ચોકડી વિસ્તારોની સોસાયટીમાં ભરાઇ રહેતાં વરસાદી પાણીના નિકાલ અર્થે કરોડો રૂપિયાના ખર્ચે નવીન ડ્રેનેજ લાઇનના કામ સમયે જેસીબી મશીન વડે માર્ગ પર પસાર થતી પાણીની પાઇપ લાઇનો તૂટી જતાં ચાવડાપુરા, સોલંકી ફળીયુ સહિત અન્ય સોસાયટીઓને પીવાનું પાણી મળતું નથી. આ અંગે પાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર સમક્ષ રજુઆતો કરવા છતાં દાંડી વિભાગ દ્વારા ઘટતું નહીં કરાતાં જિલ્લા કલેકટર દ્વારા સત્વરે ઘટતું કરી ઉનાળુ સીઝન પહેલા યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી રહીશોમાં માંગ ઉઠવા પામી છે. અા અંગે પાલિકા પ્રમુખ કાન્તિભાઈ ચાવડાએ જણાવેલ કે, આ બાબતની ફરિયાદ મળતા તપાસના આદેશ કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો