પેટલાદ L&T કંપનીના FLO દ્વારા લોનના હપ્તામાં છેતરપિંડી

Anand News - fraud in loan installment by flo of petlad lampt company 060028

DivyaBhaskar News Network

Sep 16, 2019, 06:00 AM IST
પેટલાદની એલ એંડ ટી ફાઇનાન્સ કંપનીની શાખામાં એફ.એલ.ઓ તરીકે ફરજ બજાવતા કર્મીએ વટાવ ગામેથી લોન હપ્તા પેટે નાણાં રૂ. 53,232 ઉધરાવી લીધા હતા. તે નાંણા કંપનીમાં જમા ન કરાવીને છેતરપિંડી આચરતા પેટલાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

પેટલાદ શહેરમાં આવેલી એલ એંડ ટી ફાઇનાન્સ કંપની વિવિધ પ્રકારના ધિરાણો જેવા કે, ખેતીવાડીના સાધનો પર લોન, હાઉસિંગ લોન, ટુ વ્હીલર લોન તેમજ માઇક્રો લોન વગેરેનું ધિરાણ કરે છે. કંપનીમાં મીટીંગ સેન્ટર મેનેજર (એમ.સી.એમ.) તરીકે હાલ પેટલાદ રહેતા મૂળ નડિયાદ તાલુકાના અલીન્દ્રા ગામના જયમીનકુમાર પટેલ ફરજ બજાવે છે. તેઓની સાથે સાથે કંપનીમાં ફ્રન્ટ લાઇન ઓફિસર (એફ.એલ.ઓ) તરીકે હાલ પેટલાદ તાલુકાના વટાવ ભવાનીપુરા ગામે રહેતા મહેશભાઈ વાલ્મીકી ફરજ બજાવે છે.

એલ એંડ ટી કંપની દ્વારા (એમ.એલ.) માઈક્રોલોનમાં જે તે ગામના ગરીબ મહિલાઓને પોતાના સ્વરોજગાર માટે એક મંડળ બનાવી તેમની જરૂરિયાત અનુસાર ઓછામાં ઓછા રૂ. 20 હજારથી 40 હજાર સુધીનું ધિરાણ કોઈપણ જાતના અવેજ લીધા વગર અપાય છે. જેમાં ગ્રાહકો પાસેથી મહિને નક્કી કરેલ હપ્તો (ઈએમઆઈ)ના નક્કી કરેલ તારીખે એલ એંડ ટી ફાઇનાન્સ કંપનીના એફ.એલ.ઓ.ને વસુલ કરવાની જવાબદારી સોંપાય છે. આ એફ.એલ.ઓ. લોનના હપ્તા ઉઘરાવી મહિલા ગ્રાહકને કંપની દ્વારા આપવામાં આવેલ પાસબુકમાં જરૂરી નોંધ અને સહી કરી ઈએમઆઈના આવેલા નાણાં ઓફિસમાં તે જ દિવસે જમા કરાવવાના હોય છે.

પેટલાદની એલ એંડ ટી ફાઇનાન્સ કંપનીમાં એફ.એલ.ઓ તરીકે ફરજ બજાવતા મહેશ વાલ્મિકી ફરજ દરમિયાન ગયા એપ્રિલ 2016થી ડિસેમ્બર 2017 સુધી તાલુકાના મલાતજ, જેસરવા, ઈસરામા, ખાંસોલ, નાર, પંડોળી, આમોદ સહિતના ગામોમાંથી લોન લેનાર 38 ઉપરાંત મહિલાઓ પાસેથી લોનના હપ્તા (ઈએમઆઈ) ઉઘરાવીને રૂ. 53,232 ફાઈનાન્સ કંપનીમાં જમા કરાવવાને બદલે પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખી કંપની સાથે છેતરપિંડી કરી હતી.

આ બનાવ અંગે પેટલાદ એલ એંડ ટી ફાઇનાન્સ કંપનીના મેનેજર જૈમીનકુમાર પટેલે શનિવારે પેટલાદ શહેર પોલીસ મથકે હકીકત જણાવતા પોલીસે મહેશ વાલ્મિકી વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

X
Anand News - fraud in loan installment by flo of petlad lampt company 060028

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી