Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
29 દુકાનોમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ચેકિંગ હાથ ધર્યું
ઉત્તરાયણ પર્વ પર આણંદ શહેર અને આસપાસના વિસ્તારમાં ચીક્કી, તલના લાડુ સહિત ફાફડા-જલેબીની હાટડીઓ અને દુકાનો લાગી ગઈ છે ત્યારે માનવ સ્વાસ્થયને ધ્યાને લઈ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્રારા આણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી 29 જેટલી નાની-મોટી દુકાનોમાં ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં શંકાસ્પદ લાગતા ચીક્કીના ત્રણ નમૂના મળી આવ્યા હતા. જે તપાસ અર્થે પૂનાની લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સોમવારે આણંદના સ્ટેશન રોડ, જૂના બસ સ્ટેન્ડ, વિદ્યાનગરની ફરસાણ અને મીઠાઈઓની દુકાન ઉપરાંત ઉધિયું બનાવતી દુકાનોમાં તપાસ હાથ ધરી હતી. ખાસ કરીને ઉત્તરાયણ પર્વ પર ઉધિયું તૈયાર કરવા માટે લાવવામાં આવેલી શાકભાજી અને મસાલાની ચકાસણી કરાઈ હતી. સાથે-સાથે આણંદ શહેરના વિવિધ કંપનીઓની ચીક્કી, તલના લાડુ સહિત વસાણાની ચકાસણી કરાઈ હતી. જેમાં ત્રણ જેટલી દુકાનોમાંથી શંકાસ્પદ ચીક્કીનો જથ્થો જણાયો હતો. જેથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તેના નમૂના લઈ તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. જેનો રિપોર્ટ બે માસ બાદ આવશે.