આણંદ જિલ્લામાં 282 તળાવો ઊંડાં કરવાનું કામ પૂર્ણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ જિલ્લામાં સુજલામ સુફલામ યોજના હેઠળ અગાઉ 300 થી વધુ તળાવો ઉંડા કરવામાં આવ્યાં હતાં. જેના ફળ સ્વરૂપે આજે આણંદ જિલ્લામાં 503 તળાવો પાણીથી ભરેલા છે. જેનો લાભ ઉનાળાની ગરમીમાં ગ્રામજનોને મળી રહ્યો છે. જ્યારે સિંચાઇ વિભાગના ઇજનેર જે.એસ.ગામીતે જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે 352 તળાવો ઉંડા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાંથી 282 તળાવની કામગીરી પૂર્ણ થઇ છે. જ્યારે 70 તળાવોનું કામ હાલ ચાલુ છે. જેમાં પણ 90 ટકા ઉપરાંતની કામગીરી થયેલી છે. જે.એસ.ગામીતે જણાવ્યું હતું કે, તળાવ ઉંડા કરવાથી પાણીની સંગ્રહ શક્તિ વધે છે. જેના કારણે તળાવો બારેમાસ પાણીથી ભરપૂર રહે છે.

અન્ય સમાચારો પણ છે...