તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાંડી માર્ગ પર મહી સિંચાઇની કેનાલમાં પડેલું ગાબડું એક સપ્તાહ પછી શોધાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોરસદ-આણંદ દાંડી માર્ગ પર આવેલ પાર્ક નજીકથી પસાર થતી મહીં સિંચાઈની માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું હતું. જેને શોધવામાં તંત્રએ એક સપ્તાહનો સમય લઇ લેતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે.

આ કેનાલનું પાણી બાજુમાંથી પસાર થતી વરસાદી પાણીના નિકાલની કાંસમાં વહી જતા આ કાંસ પણ છલોછલ થઇ ગયો છે. અને માર્ગની બીજી તરફ આવેલ ખેતરોમાં પણ પાણી પ્રવેશી ગયા છે. જો કે ખેતરોમાં કોઈ પાક કરવામાં આવેલ ન હોઈ નુકશાન થયેલ નથી.

આ અંગે સૂત્રો દ્વારા જણાવાયું કે, ઝાડી ઝાખરા હોઇ ગાબડું ક્યાં પડ્યું છે તે નજરમાં આવતું ન હતું પરંતુ નવા બની રહેલા સ્ટેટ હાઇવેને લઇ ઝાડી ઝાખરા સાફ કરવામાં આવતા અહીંયા બનાવવામાં આવેલ બ્રિજની નીચેથી પસાર થતી કેનાલમાં ગાબડું પડ્યું હોવાનું જણાતા રીપેરિંગનું કામ હાથ ધરાયું છે.

વહેતા પાણીથી કાંસ છલોછલ ભરાઇ ગઇ
વિપુલ પ્રમાણમાં પાણીનો વેડફાટ થતાં ખેડૂતોમાં રોષની લાગણી પ્રસરી.

અન્ય સમાચારો પણ છે...