આણંદ ચૈતન્ય સોસાયટીની મહિલાઓની ઉગ્ર રજૂઆત

કેટલાક સમયથી પીવાના પાણીના વલખાં કચેરીમાં જઇ પાલિકા પ્રમુખ સામે હંગામો

DivyaBhaskar News Network | Updated - Feb 12, 2019, 02:01 AM
Anand News - fierce representation of women of anand chaitanya society 020146
આણંદ મોગરી રોડ પર આવેલી ચૈતન્ય સોસાયટી અને તેના આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી પૂરતા ફોર્સમાં પાણી આવતું નથી. જેના કારણે ગૃહિણીઓને પાણી મેળવવા માટે વલખાં મારવા પડે છે. જેથી ચૈતન્ય સોસાયટીની મહિલાઓએ પાલિકામાં જઇને પ્રમુખ કાંતિભાઇ ચાવડા સમક્ષ ઉગ્ર રજૂઆત કરી રોષ ઠાલવ્યો હતો. પાલિકા પ્રમુખ તાત્કાલિત આ પ્રશ્ન હલ કરવાની ખાત્રી આપી હતી.

આણંદ મોગરી રોડ પર આવેલી ચૈતન્ય સોસાયટીમાં ઘણાં સમયથી પૂરતાં ફોર્સમાં પાણી આવતું નથી. અને હાલ ઉમાભવન ખાતે બોરકુવાની કામગીરી ચાલી રહી છે. જેના કારણે છેલ્લા ચાર દિવસથી પાણીનો પુરવઠો આ વિસ્તારમાં પહોચતો નથી. જેને લઇને સોસાયટીની મહિલાઓએ પાણી મેળવવા માટે દૂરની સોસાયટીમાં જવું પડે છે. જે બાબતે રજૂઆત કરી હતી. તેમ છતાં કોઇ કાર્યવાહી થતી ન હતી. જેથી સોસાયટીની મહિલાઓ સોમવારે સાંજે પાલિકામાં પહોચી જઇ પાલિકા પ્રમુખ કાંતિભાઇ ચાવડા સમક્ષ રજૂઆત કરી હતી. સોસાયટીના રહીશો પાસેથી પાણી વેરો વસૂલવામાં આવે છે. પરંતુ પાણી પૂરતા ફોર્સથી આપવામાં પાલિકા નિષ્ફળ ગઇ છે. અને આ પ્રશ્નો હલ કરવા માંગ કરી હતી. પાલિકા પ્રમુખે તાત્કાલિત પાણીની ટેન્કર ચૈતન્ય સોસાયટીમાં પહોચાડી હતી. અને વોટર વર્કસના અધિકારીને નિરાકરણ લાવવા જણાવ્યું હતું.

X
Anand News - fierce representation of women of anand chaitanya society 020146
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App