તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભત્રીજીના લગ્નમાં આવેલી ફોઇને કારે કચડી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાત તાલુકાના કલમસરમાં ભત્રીજીના લગ્નમાં આવેલી મહિલાને શનિવારે સાંજે અજાણી કાર ચાલકે અડફેટે લેતાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ સંદર્ભે ખંભાત પોલીસે કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ખંભાત તાલુકાના કલમસર ગામે રહેતા કનુઈ લક્ષ્મણભાઈ સીંધાના મોટાભાઈ સુરેશભાઈની દીકરી જ્યોત્સનાબેનના સોમવારે લગ્ન હતા. જેને પગલે તેમના 42 વર્ષીય મોટાબહેન દક્ષાબેન તેમની સાસરીમાંથી લગ્નપ્રસંગ હોય પિયરમાં આવ્યા હતા. શનિવારે સાંજે સાત કલાકે તેઓ ખરીદી કરીને ઘર તરફ આવી રહ્યા હતા. તેઓ ખંભાત-ધુવારણ રોડ પરથી પસાર થતા હતા. એ સમયે પુરપાટ ઝડપે આવી રહેલી એક કાળા રંગની કારે તેમને અડફેટે લીધા હતા. જેને પગલે તેઓ ભોંય પર પટકાયા હતા. બનાવ બાદ કારનો ચાલક ફરાર થઈ ગયો હતો. આ બનાવને પગલે લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

આ બનાવ સંદર્ભે મૃતકના નાના ભાઈ કનુભાઈ સિંધાએ અજાણી કારના ચાલક વિરૂદ્ધ ખંભાત ગ્રામ્ય પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...