ત્રંબોવાડમાં 11 કેવી ફીડર કાર્યરત થતાં ખેડૂતોને લાભ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પેટલાદ-સોજીત્રા તાલુકા સૌરઊર્જા ઉત્પાદક સહકારી મંડળી દ્વારા બુધવારે ત્રંબોવાડ ખાતે 11 કે.વી.ફીડરનું ગુજરાત સ્ટેટ કો.ઓપ.ટોબેકો ફેડરેશન ચેરમેન અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ સંદિપભાઈ બીપીનભાઈ પટેલના હસ્તે કાર્યરત કરવામાં આવ્યું હતું.

સોજીત્રા ખાતે 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવાના ડ્રીમ વિઝન હેઠળ સૂર્ય શક્તિ કિશાન યોજના અમલમાં મુકવામાં આવી છે.જેનું સોજીત્રા ખાતે તેજશભાઈ પટેલ,ચેરમેન પેટલાદ સોજીત્રા તાલુકા સૌર ઊર્જા ઉત્પાદક સહકારી મંડળીના દ્વારા ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું.આ ફીડરના કુલ 85 ખેડૂત મિત્રો સ્કાય યોજનામાં જોડાયેલું છે. જે પૈકી પેટલાદ-સોજીત્રા તાલુકા સૌર ઊર્જા ઉ.સહ.મં.લી.દ્વારા કુલ 72 ખેડૂત મિત્રોને આ યોજનામાં જોડાવવા માટે ધિરાણ આપવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...