તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

SP યુનિ.ના VC સામે અધ્યાપક મંડળ આક્રમક : આવેદન આપ્યું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના અધ્યાપક મંડળોની વાઈસ ચાન્સેલર શીરીષ કુલકર્ણીની નીતિ-રીતિ સામે નારાજગીને પગલે શુક્રવારે બપોરે વિવિધ માંગણીઓને લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં વાઈસ ચાન્સેલર દ્વારા તમામ માંગણીઓને સ્વીકારી તેનો એક મહિનાની અંદર નિવેડો લાવવાની બાંહેધરી આપવામાં આવી હતી.

સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન શૈક્ષણિક સંસ્થાઓના સંવર્ગોનું મહામંડળ દ્વારા તાજેતરમાં સાધારણ સભાનું આયોજન કરાયુ હતું. જેમાં વિવિધ મુદૃાઓ પર ચર્ચા-વિચારણા કરાઈ હતી. ખાસ તો છેલ્લાં 60 વર્ષથી યુનિવર્સિટી બોર્ડ ઓફ સ્ટડીઝના ચેરમેન તેમજ વિવિધ ફેકલ્ટીના ડીનની નિમણુંક ન કરાતી હોવાનો કચવાટ અધ્યાપકોમાં જોવા મળ્યો હતો. યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના આચાર્ય-અધ્યાપક સાથે અન્યાય કરી રોટેશન મુજબ હોદૃાઓ માટે તેઓની નિમણુંક કરવાની હોવા છતાં કોઈ અગમ્ય કારણોસર કરતા નથી. આ સંદર્ભે રજૂઆત કરતા વાઈસ ચાન્સેલર કુલકર્ણી દ્વારા ચાર સભ્યોની સમિતિ દ્વારા સીનીયોરીટી અને ક્વોલિટીના આધારે પસંદગી કરાશે તેમ કહ્યું હતું.

એ જ રીતે બીજી તરફ કોલેજોમાં ચાલતા વિષયો માટે પ્રત્યેક વિષય દીઠ અલગ બોર્ડ ઓફ સ્ટડીઝની રચના કરાતી હતી. પરંતુ યુનિવર્સિટી દ્વારા મનસ્વી નિર્ણય લઈને જુદા-જુદા વિષયોને મર્જ કરી બોર્ડની રચના કરવાના મુદૃે પણ વાઈસ ચાન્સેલર દ્વારા અલગ-અલગ રચના કરવાની બાંહેધરી આપવામાં આવી હતી. આમ, આ તમામ નિર્ણયો પર એક મહિનાની અંદર િનવેડો લાવવામાં આવશે તેવી બાંહેધરી યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર શીરીષ કુલકર્ણી દ્વારા આપવામાં આવી હતી.

બે ડિગ્રીનું એનરોલમેન્ટ યુજીસીની ગાઈડલાઈન બાદ કરાશે ઃ વા.ચાન્સેલર

રમા મનુભાઈ દેસાઈ કોલેજ ઓફ મ્યૂઝિક એન્ડ ડાન્સ યુનિવર્સિટી સંલગ્ન કોલેજ છે. તેના સ્થાપનાકાળથી કોલેજમાં ડિપ્લોમા કે ડિગ્રી અભ્યાસક્રમમાં એડમિશન મેળવતા વિદ્યાર્થી ભાઈ-બહેનો અન્ય વિદ્યાશાખામાં ડિગ્રીનો અભ્યાસ ચાલુ રાખી શકે તે મુજબની પરવાનગી આપવામાં આવે છે. પરવાનગી શિક્ષણના હિતમાં છે. પરંતુ વર્ષ 2019-20થી યુનિવર્સિટી દ્વારા આવા ડ્યુઅલ ડિગ્રીના વિદ્યાર્થીઓનું એનરોલમેન્ટ કરાતું નહોતું. જે સંદર્ભે રજૂઆત કરાતા વાઈસ ચાન્સેલર દ્વારા અધ્યાપક-અાચાર્યોને યુજીસીની ગાઈડલાઈન પ્રમાણે કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું.

વાઈસ ચાન્સેલર દ્વારા એક માસમાં નિવેડો લાવવાની બાંહેધરી અપાઈ

એસ.પી. યુનિ.ની કોલેજોના મહામંડળ દ્વારા સભા યોજાઇ હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો