Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વિદેશ ગયેલી પ્રાધ્યાપિકાની બનાવટી સહી કરાયાનો ઘટસ્ફોટ
આણંદ ખાતે આવેલી પીપલ્સ મેડીકેર સંચાલતિ પી.એમ. પટેલ કોલેજ ઓફ એજ્યુકેશનમાં એક પ્રાધ્યાપિકના નામની બનાવટી સહી અને દસ્તાવેજ ઊભા કર્યાની પોલીસ ફરિયાદ બાદ સરદાર પટેલ યુનિવર્સિટીને આ જ પ્રકારની વધુ એક ફરિયાદ મળી હોવાનો દાવો યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર શીરીષ કુલકર્ણી દ્વારા કરાયો છે. જેમાં નોકરી છોડી દીધી હોવા છતાં પણ તેમને નોકરી કરતા બતાવ્યા છે.
આ અંગે વાત કરતા વાઈસ ચાન્સેલર શીરીષ કુલકર્ણીએ વધુમાં જણાવ્યું હતું કે, યુનિવર્સિટી દ્વારા સોનલબેન દવેની સહી અને તેમના દસ્તાવેજનો ઉપયોગ કરવાના બનાવની વિદ્યાનગર ખાતે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. યુનિવર્સિટીની તપાસમાં પ્રાધ્યાપિકા ભૂતિયા હોવાનું ખૂલ્યું હતું. એ જ રીતે ગુરૂવારે ફરી એક વખત યુનિવર્સિટીને એક અરજી મળી હતી. આ અરજીમાં પી.એમ. પટેલ કોલેજ ઓફ એજ્યુકેશનમાં મનીષાબેન પટેલ નામના એક શિક્ષિકા ફરજ બજાવતા હોવાનું જણાવ્યું હતું. આ શિક્ષિકા પણ ભૂતિયા છે. જે અંગેની યુનિવર્સિટીની તપાસમાં ખૂલ્યું છે.
આણંદની પી.એમ. પટેલ કોલેજમાં વધુ એક બનાવટી દસ્તાવેજો ઉભા કરવાનું કૌભાંડ બહાર આવ્યું