તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પેટલાદ દિવ્યાંગ મતદારો માટે EVM ડેમોન્સ્ટ્રેશન યોજાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પેટલાદ નગરપાલિકા લાયન્સ ગાર્ડન ખાતે દિવ્યાંગ મતદારોને EVM ડેમોન્સ્ટ્રેશન યોજાયું હતું. જેમાં મોટીસંખ્યામાં દિવ્યાંગ મતદારોએ લાભ લીધો હતો.

ભારતના ચુંટણી પંચના પ્રાધાન્યના મુદ્દો કે જેને PWD નામઅભિધાન આપ્યું છે તે મુજબ કોઈપણ અંધ-અશક્ત કે ખોડખાંપણ ધરાવતાં તમામ લાયક મતદારો તેમના મતાધિકારનો અચૂક ઉપયોગ કરે અને તેમને મળવાપાત્ર વ્યવસ્થાના ભાગરૂપેની AMF એટલે કે જરૂરી તેમને અનુરૂપ સુનિશ્ચિત સેવાઓનો લાભ લે અને \\\"કોઈપણ નોંધાયેલ મતદાર મતાધિકારથી વંચિત ન રહી જાય’ તે હાર્દને સાર્થક કરવાના ભાગરૂપે 16-લોકસભાના ચૂંટણી અધિકારી અને કલેકટર દિલીપ રાણાના માર્ગદર્શન હેઠળ સોમવારના રોજ પેટલાદ નગરપાલિકાના લાયન્સ ગાર્ડન ખાતે સૌજન્યપૂર્ણ માહોલમાં ઉપસ્થિત સૌ કોઈ દિવ્યાંગ મતદારોને EVM ડેમોન્સ્ટ્રેશન તથા હેન્ડ્સ ઓન તાલીમ, માર્ગદર્શન ARO 113-પેટલાદ અને પ્રાંત અધિકારી એમ. એસ. ગઢવીએ જાતે આપી સૌ કોઈ સુધી આ વાત પહોંચાડવા અને લોકશાહીને મજબૂત બનાવવા ઈરાદો વ્યક્ત કર્યો. આ પ્રસંગે પેટલાદના મામલતદાર અંકિત પટેલ દ્વારા સુંદર આયોજન કરી સૌનો આભાર વ્યક્ત કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...