તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શૈક્ષણિક સંશોધનો ઉદ્યોગ જગતને મદદરૂપ થાય તે જરૂરી : ડૉ. આર. ચિદમ્બરમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

34ને ગોલ્ડ મેડલ, 1995 છાત્રને પદવી અપાઇ
આ પદવીનદાન સમારોહમાં વિવિધ વિદ્યાશાખાઓમાં અગ્રીમ સ્થાન હાંસલ કરનારા 34 તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ તેમજ વિવિધ વિદ્યાશાખાના 1995 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ હતી. ડૉ. આર. ચિદમ્બરમે વધુમાં જણાવ્યું હતું કે, ભારતને એક પ્રગતિશીલ દેશ બનાવવા માટે તેનું સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ થાય તે જરૂરી છે. તેમણે 100 ટકા સાક્ષરતા સાથે મહિલા સશકિતકરણ ઉપર ભાર મૂકયો હતો. તેમણે આર્થિક, સંશોધન અને સંરક્ષણ ક્ષેત્રે આપણે વધુ મજબૂત બનીએ તે ખૂબ જ આવશ્કય હોવાનું જણાવી ચારૂસેટ યુનિવર્સિટીને રાજયની ખાનગી યુનિવર્સિટીઓમાં અગ્રીમ સ્થાન મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

યુનિ.ના પ્રમુખ સુરેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, રોજ કંઇક નવું કરવાની, જાણવાની અને શીખવાની જીજ્ઞાશા જ વિદ્યાર્થીને જીવંત અને લાયક બનાવે છે. કાર્યક્રમના પ્રારંભમાં ચારૂસેટના પ્રોવોસ્ટ ડૉ. પંકજ જોષીએ સ્વાગત પ્રવચન કરી યુનિવર્સિટીની વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓની ઝાંખી કરાવી હતી.

આણંદના ચાંગા સ્થિત ચારૂતર યુનિવર્સિટીમાં યોજાયેલા 8મા પદવીદાન સમારંભમાં હાજર મહાનુભાવો દ્વારા 100 ટકા સાક્ષરતા પર ભાર મૂકાયો હતો.

30 છાત્રોને P.hd ડિગ્રી એનાયત
પદવીદાન સમારોહમાં ફેકલ્ટી ઓફ મેડીકલ સાયન્સના 219, ફેકલ્ટી ઓફ કોમ્પ્યુટર સાયન્સના 270, ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝના 184, ફેકલ્ટી ઓફ ફાર્મસીના 75, ફેકલ્ટી ઓફ એપ્લાઈડ સાયન્સીસના 200, ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરીંગની વિવિધ છ વિદ્યાશાખાઓના 1014 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ વિદ્યાર્થીઓમાં 30 જેટલા પી.એચ.ડી. વિદ્યાર્થીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...