ભારતના ડેરી ઉદ્યોગમાં પ્રવેશવા અમારી સરકાર પર દબાણ ન કરો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશન દ્વારા તાજેતરમાં ઇસ્તાંબુલ ખાતે યોજાયેલ ટર્કી વર્લ્ડ ડેરી સમિટમાં જીસીએમએમએફના એમ.ડી,ડો. આર. એસ. સોઢીએ આરસીઇપી (RCEP) હેઠળ ઝીરો ડ્યૂટીથી ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલીયા જેવા દેશો ભારતના બજારમાં ઘૂસવાની તૈયારી કરી રહ્યાં છે. તે બાબતથી થનાર વિપરીત પરિસ્થિતિ અંગે ખ્યાલ આપ્યો હતો.

આરસીઇપી હેઠળ ઝીરો ડ્યૂટીથી ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોને ભારતના બજારમાં ઘૂસાડવાની તૈયારી ભારત સરકારના સંબંધિત વિભાગ દ્વારા કરાઈ છે. આ બાબતે ગુજરાત કો.ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન (અમૂલ)ના મેનેજીંગ ડિરેકટર ડૉ. આર. એસ. સોઢીએ ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશનની ઇસ્તાંબુલ ટર્ફી ખાતે મળેલ મિટીંગમાં અન્ય દેશોેેેેેેેના સીઇઓની હાજરીમાં જણાવ્યું કે, ભારત ડેરી ઉદ્યોગમાં પ્રવેશવા માટે તમારી સરકાર પર દબાણ ન કરો. વધુમાં જણાવ્યું કે 45 વર્ષ અગાઉ ભારતનું દૂધ ઉત્પાદન અમેરિકા કરતા ત્રીજા ભાગનું અને યુરોપ કરતા 8માં ભાગનું હતુ. જેની સરખામણીએ આજે ભારતના અમેરિકા કરતા દૂધનું ઉત્પાદન બમણું છે. અને યુરોપ કરતા 120 ટકા વધુ છે. આજે ભારતના ડેરી ઉદ્યોગ સાથે 10 કરોડ પરિવારો જોડાયેલા છે. જેની સાપેક્ષમાં ન્યુઝીલેન્ડમાં 10 હજાર અને ઓસ્ટ્રેલિયામાં 6,300 ખેડૂતો જોડાયેલ છે. વિશ્વના ડેરી ક્ષેત્રમાં વિક્સિત દેશોમાં નાની સંખ્યામાં ખેડૂતો હોય છેેેેે. અને તેમના પશુઓને ખુલ્લી જગ્યામાં ચરવા જવાની વ્યવસ્થા હોય છે. જેના કારણે તેમનો દૂધ ઉત્પાદન ખર્ચ નહીંવત હોય છે. જ્યારે ભારતના ખેડૂતો પાસે 2 થી 3 પશુઓ હોય છે. અને તેમનો દૂધ ઉત્પાદન ખર્ચ વધારે હોય છે.

અન્ય સમાચારો પણ છે...