જિલ્લાના1289 પ્રા. શિક્ષકોનું ધરણાં કરીને વિરોધ પ્રદર્શન

વિદ્યાસહાયકોની સળંગ નોકરી ગણી ઉચ્ચત પગારની માંગ

DivyaBhaskar News Network | Updated - Feb 12, 2019, 02:02 AM
Anand News - district of 1289 pvt opposition demonstrations by teachers picketing 020210
આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપક્રમે આણંદ લોટેશ્વર તળાવ પાસે જિલ્લાના શિક્ષકોએ એક દિવસની સીએલ મુકીને ધરણાં કર્યા હતા.

પોતાની વિવિધ પડતર માંગણીઓ પૂરી કરવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યુ હતું. જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અરવિંદ ચાવડાએ જણાવ્યું હતું કે, પ્રાથમિક શાળામાં 1997માં ભરતીથી ફરજ બજાવતાં બાલગુરૂ વિદ્યાસહાયકોને સળંગ સીનીયોરીટી ગણી બઢતી, ઉચ્ચતર પગાર ધોરણમાં નોકરી ગણતરીમાં લેવા, શિક્ષકોને બિન શૈક્ષણિક કામગીરીમાંથી મુકત કરવા, જિલ્લા ખાલી પડેલ જગ્યાઓ પર શિક્ષકોની ભરતી કરવી જેવી વિવિધ માંગ કરી છે. આ ધરણામાં મહામંત્રી નરેન્દ્રસિંહ પરમાર, ખજાનચી વિક્રમસિહ ગરાસીયા તથા પેટલાદ તાલુકા શિક્ષક સંધના પ્રમુખ રીતેશ પટેલ સહિત મોટીસંખ્યામાં શિક્ષકો જોડાયા હતા.

વિવિધ માંગણી સંદર્ભે જિલ્લાના શિક્ષકો હડતાલ પર ઉતર્યા.

X
Anand News - district of 1289 pvt opposition demonstrations by teachers picketing 020210
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App