તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાકરોલમાં ઝઘડા છતાં આણંદ પાલિકાની ઢોર પકડતી ટીમોએ 7 ગાયો પકડી પાડી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અાણંદ | આણંદ શહેરના માર્ગો ઉપર માલધારીઓ દ્વારા રખડતી ગાયો મુકી દેવામાં આવતી હોય છે. જે માર્ગો પર અડીંગો જમાવી દેતી હોઇ વાહનચાલકો, રાહદારીઓને અડફેટમાં લેતી હોવાના બનાવો થતાં હોય છે. જેના લીધે વાહનચાલકો સહિત રાહદારીઓ દ્વારા આણંદ પાલિકા પ્રમુખને રજુઆત કરવામાં આવતાં તંત્ર દ્વારા ટીમો બનાવી રખડતી ગાયો પકડવાની ઝુંબેશ અંતર્ગત સોમવારે બાકરોલ વિસ્તારમાંથી સાત ગાયો પકડી પાડીને અરજપુરા પાંજરાપોળમાં મોકલી આપી હતી. ઉલ્લેખનીય છે કે ઢોર પકડતી ટીમોને વારંવાર માલધારીઓ સાથે વારંવાર બોલાચાલી ના પણ બનાવો થતાં હોય છે. કર્મચારીઓ દ્વારા પોલીસ પ્રોટેકશન માંગવા છતાં આપવામાં નહીં આવતાં જીવના જોખમે ફરજ બજાવવાની પડતી હોવાનું તેમ પાલિકાના કર્મચારીઓએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો