તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પેટલાદમાં સ્વચ્છતા એ જ સેવા અંતર્ગત સ્વચ્છતા રથનું પ્રસ્થાન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સ્વચ્છ સર્વેક્ષણ 2019ના પ્રચાર પ્રસાર માટે નીકળેલા સ્વચ્છતા રથનું શુક્રવારે પેટલાદમાં સ્વાગત અને પ્રસ્થાન પેટલાદ નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં પેટલાદ શહેરની વિવિધ સંસ્થાઓ દ્વારા સ્વચ્છતા રથનું સ્વાગત ઉત્સાહ પૂર્વક કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે શહેરના વિવિધ વિસ્તારોમાં રેલીનું આયોજન કરવામા આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિવિધ સંસ્થાઓ સહિત નગરજ ઉપસ્થિત રહીને સ્વચ્છતા ની પ્રતિજ્ઞા લીધી હતી.

આ પ્રસંગે શહેરની વિવિધ સંસ્થાઓ દ્વારા પેટલાદ શહેરની શેરી-શેરીએ ખૂબ ઉત્સાહથી રથના સ્વાગતના કાર્યક્રમો અને નગરજનોને સ્વચ્છતાની પ્રતિજ્ઞ લેવડાવવામાં આવી હતી. જેમાં પેટલાદ નગર પાલિકા પ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલ,સહિત પાલિકાના સભ્યો, સેન્ટ મેરી હાઇસ્કુલના મેનેજર ફાધર સંદીપ, શાળાના ઈ.આચાર્ય જીતુભાઈ અને અનિલભાઈ સહિત શાળા પરીવાર તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.

સંસ્થાઓ સહિત નગરજ ઉપસ્થિત રહીને સ્વચ્છતા ની પ્રતિજ્ઞા લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...