Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આણંદ સ્ટેશન પાસે દાહોદના િપતરાઇ ભાઇ-બહેન ટ્રેન નીચે કપાઇ જતા મોત
આણંદ રેલવે સ્ટેશન પાસે ગુરૂવારે રાત્રિના અમદાવાદ પૂરી એક્સપ્રેસ ટ્રેન નીચે બે જણાંના કપાઈ જતાં મોત નીપજ્યા હતા. આ અંગેની જાણ આણંદ રેલવે પોલીસને થતાં તેમણે શોધખોળ હાથ ધરી હતી. જેમાં બંને મૃતક દાહોદના રહેવાસી હોવાનું ખૂલ્યું હતું. જોકે, સમગ્ર બનાવ આપઘાત છે કે અકસ્માત અને બંને વચ્ચે કોઈ સંબંધ હતો કે કેમ તેને લઈને રહસ્ય સર્જાયું છે. આ મામલે આણંદ રેલવે પોલીસ દ્વારા પ્રાથમિક તબક્કે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આણંદ રેલવે સ્ટેશન પાસે ગુરૂવારે રાત્રિના બાર કલાકે અમદાવાદ પૂરી એક્સપ્રેસ ટ્રેન નીચે 19 વર્ષીય યુવક અને 25 વર્ષીય યુવતી કપાઈ ગયા હતા. આણંદ રેલવે પોલીસ દ્વારા આ સંદર્ભે તપાસ હાથ ધરવામાં આવતા મૃતક યુવક મોહનીયા મહેશ ખાપણીયા (રહે. નિશાળ ફળીયુ, નવાનગર, દાહોદ) અને જશાબેન ભૂરીયા (રહે. વાંકાટા, ધાનપુર, દાહોદ) હોવાનું ખૂલ્યું હતું. આ સંદર્ભે બંને મૃતકના પરિવારજનોનો સંપર્ક સાધવામાં આવ્યો હતો.
આ અંગે વાત કરતા હેડ કોન્સ્ટેબલ સુખાભાઈ કાળુભાઈએ જણાવ્યું હતું કે, બંનેના પરિવારજનોનો સંપર્ક પોલીસે સાધ્યો હતો. જેમાં બંને સાઢુભાઈના છોકરા હોવાનું ખૂલ્યું હતું. બંને પાસેથી કોઈ સ્યુસાઈડ નોટ મળી નથી. જોકે, પરિવારજનોએ પણ કોઈ કાર્યવાહી કરવાની ના પાડી હતી. દરમિયાન, પોલીસની પ્રાથમિક પૂછપરછમાં પણ બંને વચ્ચે કોઈ સંબંધ હતો કે કેમ તે બાબતે તેમણે ખાસ જણાવ્યું નથી. જેને પગલે હાલમાં મોત આપઘાત છે કે અકસ્માત તેમજ બંને જણાં ક્યા જતા હતા તેને લઈને રહસ્ય સર્જાયું છે. પોલીસે બનાવ સંદર્ભે
અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ઘટના સ્થળેથી સ્યુસાઇડ નોટ મળી નથીઃ આપઘાત કે અકસ્માત અંગે ઘૂંટાતું રહસ્ય