તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વના વિકાસ માટે સદાકાળ વિદ્યાર્થી બનીને સંશોધન કરતા રહો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી- ચારૂસેટ, ચાંગા ખાતે 9મો પદવીદાન સમારોહ શનિવારે યુનિવર્સિટીના પ્રાંગણમાં યોજાયો હતો. અમેરિકન લેખક જ્યોર્જ મસરે જણાવ્યું કે, આજીવન વિદ્યાર્થી બની રહો, સતત શીખતાં રહો, નવું સંશોધન કરતા રહો, અને એકબીજાના સહકારમાં કાર્ય કરી વૈશ્વિક મુદ્દાઓનો ઉકેલ લાવો. ત્યારબાદ મુખ્ય અતિથી તરીકે કેરળના રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાને દિક્ષાંત પ્રવચનમાં જણાવ્યું કે, શિક્ષણ અને જ્ઞાન થકી જ વિશ્વમાં એકતા અને સમાનતા લાવી શકાશે. તેઓએ પદવીધારક વિદ્યાર્થીઓએ ઉદ્દેશતા કહ્યું કે, યુનિવર્સિટીનું કામ વિદ્યાર્થીઓને કૌશલ્યવર્ધક બનાવવાનું છે અને આ કૌશલ્યો થકી તેઓએ સચોટ અને સ્પષ્ટ વિચારધારા થકી સમાજ અને રાષ્ટ્રનિર્માણના કાર્યમાં જોડાવું જોઈએ. ચારૂસેટ અને કેળવણી મંડળના પ્રમુખ તેમજ સમારોહ અધ્યક્ષ સુરેન્દ્રભાઈ પટેલ, ચારૂસેટના પ્રોવોસ્ટ ડૉ. પંકજ જોશી, કેળવણી મંડળના માનદ્ મંત્રી ડૉ. એમ.સી. પટેલ, માતૃસંસ્થા અને ચારૂસેટ હેલ્થકેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનના પ્રમુખ નગીનભાઈ પટેલ, ગવર્નીંગ બોડી અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો હાજર રહ્યા હતા.

આત્મવિશ્વાસની ઉડાન
ચારૂસેટ યુનિ.માં 9માં પદવિદાન સમારોહમાં ડિગ્રી મેળવેલ વિદ્યાર્થીઓએ સ્નાતકની ઉડાન બાદ ભવિષ્યમાં મોટી ઉડાન ભરવાની તૈયારીના ભાગરૂપે વિદ્યાર્થીઓએ આ રીતે ખુશી વ્યક્ત કરી હતી.

37 વિદ્યાર્થીઓને ગોલ્ડમેડલ
સમારોહમાં 2048 વિદ્યાર્થીઓને પદવીદાન સાથે વિવિધ વિદ્યાશાખાઓમાં અગ્રીમ સ્થાન પ્રાપ્ત કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને 37 ગોલ્ડમેડલ સાથે પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. જેમાં 19 છોકરી અને 18 છોકરાઓને ગોલ્ડમેડલ મળ્યા છે. યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ મેડિકલ સાયન્સના 241 ફેકલ્ટી ઓફ કમ્પ્યુટર એપ્લિકેશનના 252, ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝના 175, ફેકલ્ટી ઓફ ફાર્મસીના 119, ફેકલ્ટી ઓફ એપ્લાઇડ સાયન્સિસના 279, ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગની વિવિધ 6 વિદ્યાશાખાઓના 949 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરાઈ હતી.

CAAની ભલામણો કરનારા વિરોધ કરે એટલે વધુ દુ:ખ થાય: આરીફ મોહમ્મદ ખાન
કેરળના રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાને જણાવ્યું કે, ભૂતકાળમાં પાકિસ્તાનના લધુમતી હિન્દુ અને શીખોને ભારતની નાગરીકતા આપવાની ભલામણ કરનારાઓ હવે વિરોધ કરે છે. દુ:ખની વાત છે. એમ કહી તેમને કોંગ્રેસનું નામ લીધા સિવાય શાબ્દીક ચાંબખો માર્યો હતો. આરીફ મોહમ્મદ ખાનને સીએએ અને એનઆરસી મુદ્દે પુછાયેલા પ્રશ્નોના જવાબમાં કહ્યું કે, મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે, મારી લાશ પર પાકિસ્તાન બનશે. પરંતુ મજબુરી વંશ તે માંગ સ્વીકારવી પડી હતી. તે સમયે અખંડ ભારતમાં વસતા તમામ લોકોએ આઝાદીની લડાઇમાં ભાગ લીધો હતો. બાદમાં પાકિસ્તાન અને પછી બાંગ્લાદેશની રચના થઇ હતી. જેમાં તે સમયે ત્યાં જેનું વતન હતું તેવા અલ્પસંખ્યકો ત્યાં રહ્યાં હતા. પાકિસ્તાન રહેનાર હિન્દુ અને શીખો ભારત આવવું હશે તો તેમને તેમનો અધિકાર મળશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો