તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નર્મદનો સમકાલીન વિપ્લવી કવિ હરિલાલ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દ રસિક સુરતની તો આપણને ખબર છે, પણ વિપ્લવી સુરતની? આ અજાણ ઇતિહાસના પાનાનો અવાજ સાંભળવાનો એક મોકો હમણાં મળી ગયો અને કેટલી બધી ઘટનાઓ નજર સામે હતી. છેક ૧૮૪૪માં સુરતી વેપારીઓ મીઠાના કરવેરાની સામે પડ્યા હતા. ગાંધીજીએ તેનું અનુસરણ ૧૯૩૦મા કર્યું, નજીકના દાંડી કિનારે! ઈસુની ચૌદમી સદીમાં સ્થાપિત આ નગર પુરાણપ્રાચીન સૂર્યપુત્રી તાપ્તી નદીની સાથે ભાવાત્મક અને ભૌગોલિક રીતે જોડાયેલું છે એટલે જિંદગીના ખુશમિજાજ સાથે સંઘર્ષનો રંગ પણ તેમનામાં ભળેલો છે. એટલે તો તેના રાજકીય ડહાપણને તરાશવા માટે છેક ૧૮૮૯માં અંગ્રેજ શાસકો અને પ્રજાની વચ્ચે સલામતી તેમજ સુરક્ષાનો સેતુ બાંધવા કોંગ્રેસની સ્થાપના પછી તુરત એલેન ઓકટવિયન હ્યુમ બીજે ક્યાંય ન ગયો અને ગુજરાતના સુરતની મુલાકાત લીધી હતી. કારણ કદાચ એ હતું કે હ્યુમને ૧૮૫૭ના વિપ્લવનો જીવલેણ અનુભવ થઇ ચુક્યો હતો એટલે એક એવો પક્ષ સ્થાપવાની જહેમત કરી, જેથી પ્રજાને વિપ્લવ ન કરવો પડે અને બ્રિટિશર હેમખેમ ભારતમાં રાજ કરે. ૧૮૮૫ માં મુંબઈમાં કોંગ્રેસની સ્થાપના કરવામાં આવી તેમાં રાણી વિક્ટોરિયાની પ્રાર્થનાની સ્તુતિનું ગીત ગાવામાં આવ્યું, પછી હ્યુમ સુરત આવ્યો. આ સુરતની વિપ્લવી તાસીરનો અંદાજ સઆદત અલીને અપાયેલી ફાંસીથી મળે છે.. તે વિપ્લવી હતો, તેણે નાના સાહેબને મદદ કરી હતી. તાત્યા ટોપે ઉત્તર ભારતમાં વિપ્લવ નિષ્ફળ જતા ગુજરાત આવ્યા હતા, રાજપીપળા થઈને સરભાણમાં ગુપ્ત બેઠક કરી હતી. તે સમયે શાંત ગુજરાત સંઘર્ષના મિજાજમાં હતું. સમગ્ર પાંચ મહાલ અને મહી કાંઠાના ગામો મેદાને પડ્યા હતા. વડોદરાથી અમદાવાદ સુધીનો વિસ્તાર લગભગ સ્વાધીન થઇ ચુક્યો હતો. આણંદના મુખી ગરબડદાસ સહિત નવ વિપ્લવીઓ સામે સૈનિકી મુકદ્દમો ચાલ્યો અને તેમણે આંદામાનની કાળ કોટડીમાં ધકેલી દેવાયા, તે કદી પાછા ફરી શક્યા નહી. દાહોદના સંઘર્ષમાં તો મુંબઈથી પોલિટિકલ એજન્ટે આદેશ આપી દીધો હતો કે કોઈને માટે મુકદ્દમો ચલાવવાની જહેમત લેશો નહી, સીધે સીધા તોપના ગોળે ઉડાવી દેજો. છેક પશ્ચિમે ઓખા દ્વારિકાના વાઘેર માણેકો તો ૧૮૨૦થી દ્વારિકાધીશના ચોકીદાર તરીકે હથિયાર ઉઠાવી ચુક્યા હતા અને તેના જોધો માણેક કે મુળુ માણેક આજે ય ના છડિયા હથિયારના નાયક તરીકે લોક જબાન પર છવાયેલા છે. પોરબંદર નજીક વછોડાના પાદરમાં તે પાંચ બહાદુરોની ખાંભી ઉભી છે. રાજપીપળાના ચોકમાં દયાશંકર મામલતદારને ખુલ્લી રીતે ફાંસી આપવામાં આવી જેથી બળવાખોરોને બોધપાઠ મળે. સુરતને ૧૮૫૮માં સંપૂર્ણ નિશસ્ત્ર કરવા માટેનો આદેશ બહાર પાડવામાં આવ્યો, આ જંગને શબ્દસ્થ કરનારા કવિ પણ સુરતે તે જ સમયે આપ્યા! એ સળગતો અધ્યાય હજુ સુધી આલેખાયો નથી. સુરતની એન્ડ્રુઝ લાયબ્રેરી પાસે વિપ્લવનો આરંભ થયો હતો. જેલ, અગિયારી અને મંદિરોમાં સળવળાટ હતો. સરભાણમાં તાત્યા ટોપેએ અનાવિલો સાથે ગુપ્ત બેઠક કરી, નર્મદ મિત્ર કિશન દાસ બાવાએ પ્રવૃત્તિ શરુ કરી દીધી, માછલી પીઠમાં નાણા સાહેબના સેવક નૌશેરવાનની ધરપકડ થઇ. સુરતનું બજાર ધોળા દિવસે અંગ્રેજ સૈનિકોએ લૂટ્યું. સાદત અલીને ફાંસી મળી. મકરસંક્રાન્તિના દિવસે તાપી નદીમાં સ્નાન કરતાં સાધુને પકડવામાં આવ્યો, શંકા એ હતી કે આ નાના સાહેબ છે. નાના અદ્દભુત સેનાપતિ હતો. બ્રિટીશ વડા સેનાપતિએ એક વાર કબુલાત કરી કે પોલીસ રોજ મારી સામે કોઈ નાગરિકને પકડીને લાવે છે કે આ નાના સાહેબ છે. એવાં ૧૦૦ નાનાસાહેબોને ચકાસીને હું થાકી ગયો છું, ને સાચો નાના સાહેબ આવીને હાજર થાય તો તેણે પાછી સત્તા આપી દેવા તૈયાર છું! ૧૮૫૭ને પોતાની સહજ સરળ ભાષામાં કાવ્ય સ્વરૂપ આપ્યું હતું હરીલાલ રાણાએ. જેલમાં પણ તેમની કલમ ચાલતી રહી. આ કવિએ ૧૮૫૮ની બહાદુર માછીમાર મહિલાઓ વિષે એક દીર્ઘ કાવ્ય લખ્યું છે, :મગદલ્લાની મર્દાની!: ઝાંસીની રાણી વિષે સુભદ્રા કુમારી ચૌહાણે લખ્યું હતું, ખુબ લડી મર્દાની, વો ઝાંસી વાલી રાણી થી..તેના ઘણા વર્ષ પૂર્વે આ હરીલાલ રાણા પાસે આપણે મર્દાની શબ્દ અને કથા સાંભળીયે છીએ. આ કાવ્ય અંગ્રેજોના વાસના ભૂખ્યા અત્યાચારોનું વર્ણન છે. મહિલાઓના નામ પણ આપ્યા છે, મહિધરપુરાની વણિક મહિલા સવિતા, રાણા કોમની ગૌરી, ઉધનાની સંખ્યાબંધ માછીમાર સ્ત્રીઓ, રામસિંહ રાજપૂતની પત્ની લક્ષ્મી, આ બધા પર અત્યાચાર, બળાત્કાર અને પછી હત્યા કરનારાઓનું વેર કોણે લીધું? કોળી કોમની જીવીબાઇએ! કવિના જ શબ્દોમાં :”સોલ્જર લોકના અત્યાચારથી બુરા મોતથી મરવાનું, ડરવું શાને ,અંતે પણ મરવાનું છે મરવાનું, મધરાતે એક અબલા જાગી, બહાનું કર્યું ઉગરવાનું, બંદુકની ગોળી, સોલ્જર પર છોડી કર્યું છેતરવાનું, કારમી ગોળી છૂટી, સોલ્જર ઢળ્યો હેવાનજી, અબળાએ ભારે કરી, ઉતાર્યું અભીમાંનજી, ધડાકો સુણી, વ્યાકુળ થઇ સોલ્જર આવ્યા તે સ્થાન જી, હિંદવાણી સાથે તરફડતો ગોરો ત્યાં હેવાનજી, સોલ્જર મારીને પોતે વીંધાઈ, રંગ રાખ્યો સુરતની નારી..” આ કાવ્યના અંતમાં કવિ લખે છે, “ હરીલાલ હૈયે હમારે, જખમ લાગ્યા છે અતિ ભેન્કારી, સોલ્જર લોકોએ સુરતમાં કીધો ઘણો અત્યાચાર જી.... આ કાવ્ય લખાયું છે ૧૮૬૩માં, સત્તાવનના સુરતનો સાક્ષી હતો હરીલાલ, નર્મદનો પણ સમકાલીન. સુરતમાં વ્યાખ્યાન નિમિત્તે મુલાકાત દરમિયાન એ જાણીને રાજી થયો કે કોર્પોરેશને તેમના મેયર ડો. પટેલના પ્રયાસથી ઈશ્વરલાલ ઈચ્છારામ દેસાઈનું સો વર્ષ જૂનું પુસ્તક “સુરત, સોનાની મુરત”નું પુન: પ્રકાશન પણ કર્યું છે.

vpandya149@gmail. com

સ્વા
વિષ્ણુ પંડ્યા

સાહિત્યકાર અને રાજકીય વિશ્લેષક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો