જૂના બદલપુરમાં વીજ ચેકીંગ ટીમ સાથે ઝપાઝપીથી ફરિયાદ

Anand News - complaint with a power checking team in old changpur 020135

DivyaBhaskar News Network

Feb 12, 2019, 02:01 AM IST
બોરસદ તાલુકાના જુના બદલપુર ગામે સોમવારે ચેકીંગ માટે ગયેલી વીજ ટીમ પર મકાન માલિકે હુમલો કરી ધમકીઓ આપતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.

અરવલ્લી જીલ્લાના મેઘરજ ગામના વતની અને હાલ આણંદ તાલુકાના વડોદ ગામે રહેતા ગોવિંદભાઈ ધુળજીભાઈ ભગોરા મધ્યગુજરાત વીજ કંપનીમાં નોકરી કરે છે. આજે તેઓ ટીમ સાથે બોરસદ તાલુકાના જૂના બદલપુર ગામે વીજ ચેકીંગમાં ગયા હતા. તેઓ ગામમાં રહેતા ભાઈલાલ બેચર રાઠોડના ઘરે ચેકીગ કરવા ગયા ત્યારે તેમણે ઉશ્કેરાઈને તેમની સાથે ઝપાઝપી કરી લાફા મારી દીધા હતા. ત્યારબાદ કોને પૂછીને મારા ઘરમાં ચેકીંગ માટે આવ્યા કહી ધમકી આપતા વિરસદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

X
Anand News - complaint with a power checking team in old changpur 020135
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી