તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખંભાતના ઉંદેલમાં પરીણિતાને ત્રાસ આપતાં ફરિયાદ નોંધાઈ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખંભાત તાલુકાના ઉંદેલમાં પરીણિતાને ઘરકામ બાબતે શારીરિક માનસિક ત્રાસ આપતા પરીણિતાએ ખંભાત ગ્રામ્ય પોલીસ સ્ટેશને આ મામલે ફરિયાદ નોંધાવી હતી.

ખંભાત તાલુકાના ઉંદેલ ગામ સ્થિત ઉમીયાપુરા લક્ષ્મીપુરા ફળિયામાં રહેતી પરિણીતા જ્યોતિબેન દેવેન્દ્રભાઈ પટેલને તેમના પતિ દેવેન્દ્રભાઈ શંકરભાઈ પટેલ ઉપરાંત પુત્રવધુ અંકિતાબેન જકશીલભાઈ પટેલ, પુત્ર જકશીલભાઈ દેવેન્દ્રભાઈ પટેલ, રસીલાબેન ગીરશભાઈ શંકરભાઈ પટેલ, ગીરીશભાઈ શંકરભાઈ પટેલે ઘરકામ બાબતે ઝઘડાઓ કરી શારીરિક-માનસિક ત્રાસ ગુજાર્યો હતો. વધુમાં તેને ગડદાપાટુનો માર માર્યો હતો. આ મામલે પરીણિતાએ ખંભાત ગ્રામ્ય પોલીસ સ્ટેશને પતિ દેવેન્દ્રપટેલ સહિત ચાર વિરુદ્ધ ઘરેલું હિસાની કલમ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો