તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદ પીપલ્સ સોસાયટીના બિપીન પટેલ સહિત બે વ્યકિત સામે ફરિયાદ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સરદાર પટેલ યુનિવર્સિટીના ઈન્ચાર્જ રજિસ્ટાર તુષાર મજમુદારે વિદ્યાનગર પોલીસ સ્ટેશને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, આણંદની પીપલ્સ મેડિકેર સોસાયટીના પ્રમુખ તરીકે બિપીનચંદ્ર પુરૂષોત્તમ પટેલ છે. તેમની કોલેજ પી.એમ. પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન(બી.એડ)નું એફિલિયેશન એસપી યુનિ. સાથે કરાયેલું છે. કોલેજમાં હરીહર પટેલ ઈન્ચાર્જ આચાર્ય તરીકે ફરજ બજાવે છે. વર્ષ 2018માં યુનિવર્સિટી દ્વારા કોલેજોના સ્ટાફની માહિતી માંગવામાં આવતા તેઓ દ્વારા કોલેજમાં અધ્યાપકોનો પૂરતો સ્ટાફ ધરાવતા હોવાનું જણાવી સ્ટાફની માહિતી ફોટા પર સહી કરી રજૂ કરાઈ હતી. જેમાં સોનલબેન દવે કે જેઓને 2012ના રોજ ફૂલ ટાઈમ રેગ્યુલર અધ્યાપક તરીકે ફરજ બજાવતા હોવાનું દર્શાવ્યું હતું. તેમની પ્રોફાઈલ સંદર્ભે યુનિવર્સિટી સત્તાધીશોને શંકા જતાં તપાસ હાથ ધરાતા તેમણે 21મી નવેમ્બર, 2016ના રોજ રાજીનામું આપી તાપી જિલ્લાની શાળામાં ફરજ બજાવતા હોવાનું જણાવ્યું હતું. આમ, બિપીન પટેલ અન્ે હરીહર પટેલે યુનિવર્સિટી સાથે બનાવટી દસ્તાવેજ ઊભા કરી, વિદ્યાર્થીઓને ફૂલ ટાઈમ ફેકલ્ટી હોવાનું બતાવી તેમની પાસેથી લાખો રૂપિયા ફી ઊઘરાવી હતી. સિન્ડીકેટમાં ચર્ચા કર્યા બાદ ફરિયાદ નોંધાવી હતી.

ભૂતિયા અધ્યાપિકાના નામે બોગસ સહી- દસ્તાવેજો બનાવી છેતરપિંડી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો