તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોરસદમાં કોરોનાની અફ‌વા ફેલાવનાર શખસ વિરુદ્ધ ફરિયાદ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના નિસરાયામાં એક વ્યક્તિને કોરોનો થયો હોય અને સાવચેતી રાખવાની જરૂરીયાત હોવા જેવા લખાણ સાથેનો એક ખોટો મેસેજ સોશ્યલ મીડિયા પર કોઈ શખ્સે વાઈરલ કરી ભયનું વાતાવરણ સર્જાતા બોરસદ પોલીસે તાત્કાલિક અફવા ફેલાનારા શખ્સ વિરૂદ્ધ મોબાઈલ નંબરના આધારે બોરસદ ટાઉનમાં જાણવાજોગ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. અત્રે એ નોંધનીય છે કે, ગુજરાતમાં કોરોના વાઈરસને લઈને ખોટી અફવા ફેલાવવા પર રોક આવે તે હેતુસર ફરિયાદ નોંધવામાં આવી છે. આ પ્રકારની આ પ્રથમ ફરિયાદ છે.

બોરસદના નિસરાયા ગામના તલાટી ધવલસિંહ વિક્રમસિંહ સોલંકીને ગુરૂવારે રાત્રે સાડા આઠ વાગ્યે તેમના તાલુકા પંચાયત નામના વોટ્સએપ ગ્રુપમાં વાયરલ થયેલો એક મેસેજ જોયો હતો. જેમાં ગુજરાતના આણંદમાં સન્નાટો...કોરોનાનો કેસ નોંધાયો નીસરાયા ગામમાં.. એવો મેસેજ હતો. સમગ્ર બનાવની તપાસ કરતા મેસેજ ખોટો હોવાનુ સામે આવ્યું હતું. ખોટા મેસેજ કરી લોકોમા ભય ઊભો કરનાર તત્વો પર લગામ આવે તે હેતુસર તલાટીએ બોરસદ ટાઉન પોલીસ સ્ટેશને જાણ કરી હતી. જે સંદર્ભે બોરસદ શહેર પોલીસે જાણવા જોગ ફરિયાદ નોંધી મેસેજ વાઈરલ કરનારા શખ્સને શોધી કાઢવાની કવાયત હાથ ધરી છે.

રાજ્યમાં ખોટી અફવા સામે ફરિયાદનો પ્રથમ કિસ્સો

અન્ય સમાચારો પણ છે...