તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદ મહાવીર ઝુંપડપટ્ટી પાસે 2.5 કરોડના ખર્ચે કોમ્યુનિટી હોલ બનાવાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
આણંદ શહેરના પૂર્વ વિસ્તારમાં વોર્ડ નં-6 મહાવીર ઝુંપડપટ્ટી વિસ્તારમાં લધુમતિ સમાજ લોકોને સમાજીક પ્રસંગો ઉજવવામાં સરળતા રહે તે માટે આણંદ નગરપાલિકા દ્વારા ટીપી સ્કીમ 1માં પ્લોટ નંબર 479 અધતન સુવિધાવાળો કોમ્યુનિટી હોલ રૂપિયા 2.50 કરોડના ખર્ચે કરવામાં આવશે. જેનું ખાતમુર્હુત સાંસદ મિતેશ પટેલ તથા પાલિકા પ્રમુખ કાંતિભાઇ ચાવડાના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સાંસદ મિતેશ પટેલે જણાવ્યું હતું કે ભાજપની સરકાર કોઇ પણ જાતના ભેદભાવ વગર તમામ વિસ્તારમાં વિકાસના કામો કરે છે. આણંદ નગરપાલિકા દ્વારા લધુમતિ વિસ્તારમાં અધતન સુવિધાવાળો કોમ્યુનિટી હોલ બનાવવામાં આવી રહ્યો છે. ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પોષાય તેવું ભાડું રાખવા તેમજ હોલની સાથે સાથે આ વિસ્તારના લોકોને આનંદ પ્રમોદ અને બાળકો રમતો માટે સારૂ મેદાન અને બગીચો બનાવવા માટે તેઓ પાલિકાને ટકોર કરી હતી.

પાલિકા પ્રમુખ કાંતિભાઈ ચાવડાએ પ્રાસંગિક પ્રવચન કરી પૂર્વ પટ્ટીના વિસ્તાર માટે પાલિકા કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે લધુમતિ વિસ્તારમાંથી ભાજપનાં એક કાઉન્સિલર હોવા છતાં લધુમતિ વિસ્તારનાં વિકાસનાં કામો માટે તેઓ સતત પ્રયાસો કરી રહ્યા છે, અઢી કરોડનાં ખર્ચે કોમ્યુનીટી હોલ તેમજ ટુંક સમયમાં પીવાનાં પાણીની ટાંકી અને ગટરો અને રસ્તાઓનું કામ પણ કરવામાં આવી રહ્યું છે,

આ પ્રસંગે પ્રારંભમાં આણંદની જામા મસ્જીદનાં પેશઈમામ મૌલાના લુકમાન તારાપુરીએ જણાવ્યું હતું કે દેશનાં વિકાસ તેમજ આણંદ શહેરનાં વિકાસ, દેશમાં અમન શાંતી માટે મુિસ્લમ સમાજ દરેક પ્રકારનો સહયોગ આપવા તૈયાર છે.

કાર્યક્રમમાં સાંસદ મિતેશ પટેલ, પાલિકા પ્રમુખ કાંતિભાઇ ચાવડા, ઉપપ્રમુખ અમીબેન દણાંક ઉપસ્થિત રહ્યા હતા. તસવીર પંકજ પટેલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો