તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોરસદ ખાતે ઠંડા પાણીની સેવા શરૂ કરાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ | અત્યારે કાળઝાળ ગરમીમાં ઠેરઠેર તરસ છીપાવવા સામાન્ય માણસ માટે સેવાભાવી સંસ્થાઓ, વ્યક્તિઓ દ્વારા પાણીની પરબ શરૂ કરવામાં આવી છે. ત્યારે તાલુકા મથક ખાતે લાયન્સ કલબ બોરસદ સીટી અને કસ્તુરી ટી ડેપો દ્વારા છેલ્લા ઘણા વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ ઠંડા પાણી ની સેવા શરૂ કરાઈ છે. જનતા બજારમાં તાલુકાના ગ્રામ્ય વિસ્તારો લોકો ની અવરજવર રહેતી હોય સૌને રાહત મળે તેવા સારા ઉદ્દેશ સાથે લાયન્સ કલબ તથા H2O ના સહયોગથી આ સેવા શરૂ કરવામાં આવી છે. આ પ્રસંગે પ્રતાપભાઈ રાઠી,લાયન પ્રમુખ નિલેશ સોની, લા.અંકિત પંડ્યા, લા.સની સુખડીયા, H2Oના અક્ષય પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...