તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખડા શાળામાં બાળકોએ એન્ડ ટી.બી.-2025 થીમ આધારિત પતંગોથી ડિઝાઈન તૈયાર કરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટી.બી. રોગ ફેલાતો અટકે અને તેના પ્રતિ જનજાગૃતિ કેળવાય તે હેતુસર આણંદ જિલ્લામાં જાગૃતિ વર્ધક કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. ઉત્તરાયણ નિમિત્તે ગામડાંઓમાં ક્ષય રોગ પ્રતિ જાગૃતિ આવે તે માટે પતંગો ઉપર ટી.બી. રોગ નિદાન અને સારવાર વિશેની માહિતી દર્શાવતી પતંગો આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત તારાપુર તાલુકાના ખડા ગામે પ્રાથમિક શાળામાં એન્ડ ટી.બી. -૨૦૨૫ થીમ આધારિત બાળકોએ પતંગોને હાથમાં લઇને એક છબી ડીઝાઇન તૈયાર કરી ગામ લોકોમાં જાગૃતિ લાવવાનો અનોખો પ્રયાસો કર્યો હતો.

આણંદ જિલ્લા પંચાયતના ક્ષય અધિકારી ડૉ. આર.આર..ફુલમાલી તથા સાથી કર્મયોગીઓ, ખડા પ્રાથમિક શાળાના આચાર્ય આદમભાઇ વ્હોરા અને શિક્ષકોના સહયોગથી બાળકોને પતંગનું વિતરણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...