તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાતાવરણમાં પલટો ચરોતરમાં ચોમાસા જેવો માહોલ કેટલાક વિસ્તારોમાં દિવસ દરમિયાન સામાન્ય છાંટણાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચરોતરમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. તો દિવસ દરમિયાન વાદળ છાયાં વાતાવરણ વચ્ચે સામાન્ય છાંટણાનો દોર જોવા મળ્યો હતો. પરંતુ સાંજે 8 કિ.મીની ઝડપે પવન ફૂંકાવાની સાથે ધૂળની ડમરીઓ માર્ગો ઉપર જોવા મળી હતી. અને માત્ર અડધા કલાકના ગાળામાં તાપમાન 38 ડીગ્રીથી ઉતરીને 33 ડીગ્રીએ પહોચ્યું હતું. છેલ્લા બે દિવસમાં 40 ડીગ્રી થી 7 ડીગ્રી સડસડાટ ગગડીને ગરમીનો પારો 33 ડીગ્રી પર આવી પહોચ્યો હતો. જેને કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.

વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરના કારણે છેલ્લા બે દિવસથી ચરોતર સહિત રાજય ભરમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. આમ સોમવારે મોડીરાત્રે બોરસદ, આણંદ, પેટલાદ, આંકલાવ સહિતના વિસ્તારોમાં સામાન્ય છાંટાથી લઈ હળવો વરસાદ પડયો હતો. દરમિયાન મંગળવારે પણ આણંદમાં અવાર-નવાર સામાન્ય છાંટાંનો દોર જોવા મળ્યો હતો. દિવસ દરમિયાન આકાશ વાદળોથી છવાયેલું રહ્યું હતું.ભેજનુ પ્રમાણ 58 ટકા રહેતાં દિવસ દરમિયાન અસહ્ય બાફનો અનુભવ વર્તાયો હતો.જો કે ચરોતરમાં માવઠાની કોઇ સંભાવના નથી.તેમ હવામાન વિભાગના સુત્રોએ જણાવ્યું હતું. આમ ચરોતર પંથકમાં છેલ્લા બે દિવસમાં તાપમાનમાં અઢી ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે.મંગળવારે આણંદ જિલ્લાનું મહત્તમ તાપમાન 38 ડીગ્રી નોધાયું હતું જ્યારે લઘુત્તમ તાપમાન26.2ડીગ્રી નોધાયું હતું. આ સાથે હવામાં ભેજનું પ્રમાણ 58 ટકા તથા પવનની ગતિ પ્રતિકલાક 6.6 કી.મી.ની રહી હતી.

આણંદમાં મોડી સાંજે ઘૂળની ડમરી સાથે 8 કિ.મીની ઝડપે પવન ફૂંકાયો : ગરમીનો પારો 7 ડીગ્રી ગગડીને 33 ડીગ્રીએ અટક્યો
ખેડૂતોની વધી ચિંતા : સવારથીજ ખેડૂતો ખેતરમાં દોડીને પાક અને માલસામાન સગેવગે કરવામાં જોતરાયા
વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો પાકને ઠેકાણે લગાવવા લાગ્યા હતા.

તમાકુના પાન વીણવા સવારથી ખેડૂતોમાં દોડા-દોડ
બોરસદ પંથકના કાંઠાગાળામાં તથા મહૂધા, કપડવંજ વિસ્તારમાં કેટલાક ખેતરોમાં હજૂ પણ તમાકુ પાન પાડવામાં આવ્યાં છે. અને તેના પડ ખેતરમાં સુકવવા મુક્યાં છે. બે દિવસથી વરસાદી વાતવરણ સર્જાતા ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. અને આજે સવારથી ગામે ગામ ખેડૂતો તમાકુ પલળે નહિં તે માટે ખેતરમાં મજૂરો પાસે પહોચી ગયાં હતાં. જ્યાં જોવો ત્યાં તમાકુ વીણવાનું કામ પુર જોષમાં ચાલતું હતું.

ચરોતરના દેશી અાંબા પરની કેરીઓ તૂટી પડતાં નુકસાન
ચરોતરમાં છેલ્લા બે દિવસોથી વાદળ છાયા વાતાવરણ વચ્ચે સતત પવનોનું જોર રહ્યું છે. તેના કારણે અંબા પરની નાની કેરીઓ ખરી જાય છે. જેથી ખેડૂતોને નુકસાન થઇ રહ્યું છે. અને બજારમાં દેશી કેરીઓની આવક ઘટવાની સંભાવના છે. જેથી આ વર્ષે દેશી કેરીનો ભાવ વધવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.

આણંદ શહેરમાં ધુડની ડમરીઓ ઉડી હતી.

અન્ય સમાચારો પણ છે...