વિદેશમાં વસતા ધર્મજિયનોને મળવાનો ઉત્સવ : ધર્મજ ડે

ઉદ્યોગ સાહસિક સુરેન્દ્રભાઈ પટેલ અને ધર્મજમાં અંગ્રેજી માધ્યમની શાળા બનાવનાર રવિન્દ્રભાઈ પટેલને ધર્મજરત્ન...

DivyaBhaskar News Network | Updated - Jan 13, 2019, 02:01 AM
Anand News - celebration of religions in foreign countries dharmaj day 020153
ધર્મજ કેળવણી મંડળને 75 વર્ષ પૂરા થતા અમૃતમહોત્સવની ઉજવણીની સાથે યલો થીમ આધારિત ધર્મજ ડેની ઉજવણી કરવામાં આવી છે.જેમાં આજે ઉદ્યોગ સાહસિક અને શિક્ષણનો પાયો નાંખનાર સુરેન્દ્રભાઈ પટેલ અને માતબર દાન આપીને 1978માં ધર્મજમાં અંગ્રેજી માધ્યમની શાળા બનાવનાર રવિન્દ્રભાઈ પટેલને ધર્મજરત્નનો એવોર્ડ એનાયત કરાયો હતો. અમેરિકાના જ્યોર્જિયા ખાતે રહેતા અક્ષયભાઈ પટેલે જણાવ્યું હતું કે, અમેરિકામાં રહેતા મિત્રોની મળી શકાતુ નથી. પરંતુ ધર્મજમાં આવીએ એટલે દેશ-વિદેશના ધરમર્જિયનોને મળી શકાય છે.

આ એવોર્ડ સમારંભમાં ધર્મજ કેળવણી મંડળના પ્રમુખ અને ડો. એચ.એમ.પટેલના પુત્રી ડો. અમૃતા પટેલ, મુખ્ય મહેમાનપદે મુંબઇના પૂર્વ શેરીફ મોહનભાઈ પટેલ અને અતિથિ વિશેષપદે ગુજરાત અને રાજસ્થાન ખાતે બ્રટિશ હાઇ કમિશનર જ્યોફ વેઇન ઉપસ્થિત રહ્યા હતા.

ગ્લોબલ વિલેજ ધર્મજમાં ધર્મજ ડે કમિટીના ટ્રસ્ટી રાજેશભાઈ પટેલે તમામ મહેમાનોનું સ્વાગત કર્યુ હતું. દિપપ્રાગટ્ય થવા બાળાઓ ધર્મજના ગીત પર યલો કલરના કપડા પહેરી નૃત્ય કર્યુ હતું. ત્યારે પીળા કલરના શેડની નીકળતુ દારૂખાનું ફૂટ્યું હતું.

..અનુસંધાન પાના નં. 3

અમૃતોત્સવની ઉજવણી પીળા વસ્ત્રો પહેરી ધર્મજ ગીતથી કરવામાં આવી, 5 હજાર ધર્મજિયનો ઉમટ્યાં

12મી જાન્યુઆરીએ યલો થીમ આધારીત 13મા ધર્મજ ડેમાં મોટી સંખ્યામાં લોકો પીળા વસ્ત્રો પહેરી હાજર રહ્યાં હતાં.

NRG ફાઉન્ડેશન સહિત 32 સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર

કાર્યક્રમમાં મુલાકાતીઓઅુ NRG ફાઉન્ડેશન સહિત વિવિધ 32 સ્ટોલની મુલાકાત લીધી હતી. જેમાં એનઆરજી ફાઉન્ડેશનના સ્ટોલમાં બિન નિવાસી ગુજરાતી માટે રાજ્ય સરકાર તરફથી એનઆરજી કાર્ડ આપવાની યોજના મુલાકાતીઓને સમજાવવામાં આવતી હતી.

ધર્માભાઇ રબારી પરથી નામ ધર્મજ રખાયું

870 વર્ષ પહેલા અહીં ધર્મા રબારી ગાયો ચરાવવા માટે આવતો હતો, તેને ત્યાં ભગવાન શિવજીનું શિવલિંગ મળ્યું હતું. ત્યાં પછી લોકોનો વસવાટ શરૂ થયો હતો. ધર્મા રબારીના નામ પર ગામનું નામ ધર્મજ પડ્યું હોવાની લોકવાયકા છે.

X
Anand News - celebration of religions in foreign countries dharmaj day 020153
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App