તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

CBSEના ધો. 9-10 સામાજીક વિજ્ઞાનનો અભ્યાસક્રમ ઘટાડ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશન (CBSE)એ ધો.9 એન ધો.10ની સામાજીક વિજ્ઞાનના પુસ્તકમાંથી ત્રણ પ્રકરણ નાબુદ કર્યા છે. જો કે, આ ત્રણેય પ્રકરણ NCERT એપની ઇ પાઠ શાળામાં ઉપલબ્ધ રહેશે.

પહેલાં ધો.9 અને 10ની ઇતિહાસના પુસ્તકમાં 8-8 પ્રકરણ હતાં. પરંતુ હવે માત્ર 5 પ્રકરણ રહેશે.જે પ્રકરણોને હટાવાયાં છે. જે ઓછા માં ઓછા 70 પેજનાં હતાં. એનસીઇઆરટી વિષય સંદર્ભે દર વર્ષે શિક્ષક, વિદ્યાર્થીઆેની સાથે વાલીઓનો પણ પ્રતિભાવ લેવામાં આવતો હોય છે. એવામાં લાંબા સમયથી સમાજીક વિજ્ઞાનના પુસ્તકમાં ઇતિહાસનો ભાર ઓછો કરવાનો ફીડબેક આપવામાં આવતો હતો.તેને ધ્યાને લઇને આ પગલું ઉઠાવવામાં આવ્યું છે.સમાજીક વિજ્ઞાનમાં ઇતિહાસ, ભૂગો‌ળ, રાજનીતિક વિજ્ઞાન, અને અર્થશાસ્ત્ર આવે છે.ધો.9માં વિજ્ઞાન અને ગણિતમાં લગભગ 15-15 પ્રકરણ હોય છે.જ્યારે સામજીક વિજ્ઞાનમાં 24 પ્રકરણ હતાં. ધો. 10માં ગણિત અને વિજ્ઞાનમાં 16-16 પ્રકરણ છે. જ્યારે સમાજીક વિજ્ઞાનમાં 28 પ્રકરણ છે. હવે ઇતિહાસમાં કેટલાક પ્રકરણ હટાવ્યાં બાદ ધો. 9માં સામાજીક વિજ્ઞાનના 20 અને ધો. 10માં 25 પ્રકરણ રહેશે.

સામજીક વિજ્ઞાન હેઠળ ભારતનો ભૂતકાળનો ઇતિહાસ ભૂગો‌ળ અને રાજનૈતિકના આધારીત પ્રકરણો વધુ હોય છે. જ્યારે સાયન્સ સ્ટ્રીમ પસંદ કરના વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ગણિત જેવા વિષયોનું મહત્વ વધારે હોય છે. પરંતુ સામાજીક વિજ્ઞાનમાં ગણિત અને વિજ્ઞાન કરતાં વધુ પ્રકરણ હતાં. જેથી વિદ્યાર્થીઓ તેને પુરતો ન્યાય આપી શકતાં ન હતાં. જેના કારણે તેની અસર પરીક્ષાની માર્કશીટ પર જોવા મળતી હતી.

અભ્યાસક્રમ બદલાયો
વિદ્યાર્થીઓના હિતમાં યોગ્ય નિર્ણય લેવાયો
ધો.9 અને ધો.10માં સામાજીક વિજ્ઞાનના પુસ્તકમાં ગણિત વિજ્ઞાનના પુસ્કતકો કરતાં વધુ પ્રકરણ હતાં. ઉજ્જવળ કાર્કિદી બનાવવા માંગતા વિદ્યાર્થીઓ માટે સમાજીક વિજ્ઞાન અડચણરૂપ બનતાંઓછા કરવાનો નિર્ણય લેવાયો છે. તે જરૂરી હતો. જેથી વિદ્યાર્થીઓ ગણિત અને વિજ્ઞાન જેવા વિષયને વધુ ધ્યાન આપી શકશે. અને તેનો ફાયદો વિદ્યાર્થીઓને થશે. ભરત.આર.પટેલ, ચેરમેન ,સંસ્કૃિતક એજ્યુકેશન ટ્રસ્ટ, દહેમી

અન્ય સમાચારો પણ છે...