તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓડ ગામની વિધવાની હત્યા કરનારા બંને આરોપી આણંદ સબ જેલમાં ધકેલાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓડ ગામની વિધવાની હત્યા કરનારો યુવક અને તેની મદદગારી કરનારો મિત્ર બંનેની ખંભોળજ પોલીસે ધરપકડ કરી સોમવારે મોડી સાંજે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે બંને આરોપીને આણંદ સબ જેલમાં મોકલી આપવાનો આદેશ કર્યો હતો.

ઓડના વિધવા લક્ષ્મીબેન કાંતિભાઈ પ્રજાપતિની ખંભોળજ-પ્રતાપપુરા રોડ પરથી મૃતદેહ મળી આવ્યો હતો. ખંભોળજ પોલીસે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં શીલીના ભાલીયાસર ગામના શખ્સ અજય ચૌહાણે હત્યા કરી હોવાનું ખૂલ્યું હતું. પોલીસે તેની ધરપકડ કરી સઘન પૂછપરછ કરતાં મહિલાએ તેને શરીરસુખ આપવાની બનાવના દિવસે ના પાડતાં હત્યા કરી હોવાનું જણાવ્યું હતું. વધુમાં સમગ્ર બનાવને અકસ્માતમાં ખપાવવામાં મદદરૂપ તેનો મિત્ર થયો હતો. જેને કારણે પોલીસે તેના મિત્રની પણ ધરપકડ કરી હતી. પોલીસે બનાવમાં વપરાલેયી છરી તેમજ ટેમ્પી કબ્જે કરી સોમવારે મોડી સાંજે કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં કોર્ટે બંને આરોપીને આણંદ સબ જેલમાં મોકલી આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...