તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુતાલ નજીક બાઇકની ટક્કરે મહિલાનું મોત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
નડિયાદ | આણંદમાં રહેતા યાસિનભાઇ વ્હોરા ફઇ ઝુબેદાબેનને લઇને ગુતાલ નજીક લગ્નપ્રસંગે ગયા હતા. લગ્નસ્થળની આસપાસ ગાડીઓ પાર્ક કરેલી હોવાથી ઝુબેદાબેન રોડની સાઇડમાં ઉભા હતા. આ સમયે અમદાવાદ તરફથી બેફામ ગતિએ આવેલા બાઇકના ચાલકે ઝુબેદાબેનને અડફેટે લેતાં તેઓ માર્ગ ઉપર પટકાયા હતા. 108 એમ્બ્યુલન્સમાં ઝુબેદાબેનને સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત ઘોષિત કર્યા હતા. યાસિનભાઇની ફરિયાદના આધારે નડિયાદ રૂરલ પોલીસે અકસ્માત સર્જનાર બાઇકના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો