તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાલેજમાં કાકા-ભત્રીજાએ સહિયારી જમીન વેચી દીધી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમરેઠ તાલુકાના ભાલેજ ગામની સીમમાં આવેલી 76.38 ગુંઠા જમીન કાકા-ભત્રીજાએ બોગસ વહેંચણી કરાર કરીને વેચી મારતા સમગ્ર મામલો ભાલેજ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.

ભાલેજ ખાતે રહેતા ડિકુલભાઈ દિનેશભાઈ પટેલની સહિયારી માલિકીની ભાલેજ ગામની સીમમાં જૂની શરતની 1-48-72 ક્ષેત્રફળ વાળી જમીન આવેલી છે. જમીનનો કોઈ વહેંચણી કરાર થયો નથી. જોકે, આમ છતાં ગત 31મી જાન્યુઆરીના રોજ ડિકુલભાઈને જાણ થઈ હતી કે, ઉક્ત સર્વેવાળી જમીન કાકા રમેશભાઈ પરસોત્તમભાઈ પટેલ તથા પિતરાઈ ભાઈ વિપુલભાઈએ વેચી દીધી છે. જેને કારણે ઉક્ત સર્વે નંબરવાળી જમીનોની નકલ તેમણે ઉમરેઠ મામલતદાર કચેરીમાંથી કઢાવી હતી. જેમાં 50 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર વહેંચણી કરારના આધારે ડિકુલભાઈના પિતા દિનેશભાઈ તથા અન્યોના નામ કમી થઈ ગયેલા હોવાનું જાણવા મળ્યું હતું. પિતા દિનેશભાઈ તેમજ કાકાઓને વહેંચણી કરાર બતાવતા તેઓએ આવી કોઈ વહેંચણી કરારમાં સહી કરી ન હોવાનું જણાવ્યું હતું. જેથી બનાવટી સહી દ્વારા વહેંચણી કરાર કર્યો હોવાનું ખૂલ્યું હતું. વધુમાં તેમણે 135 ડી મુજબની ..અનુસંધાન 3 પર

અન્ય સમાચારો પણ છે...