તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વુમન્સ T-20 ટુર્નામેન્ટમાં બરોડાનો 6 વિકેટે વિજય

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ અને નડિયાદમાં બીસીસીઆઇ ઇવેન્ટ અંતર્ગત વુમન્સ ટી-20 ક્રિકેટ ટુર્નામેન્ટનો મંગળવારથી પ્રારંભ થયો છે. જેમાં પ્રથમ મેચ હરિયાણા અને બરોડાની ટીમ વચ્ચે રમાઇ હતી. જેમાં બરોડાની ટીમનો 6 વિકેટે વિજય થયો હતો.

હરિયાણાની ટીમે પહેલા બેટિંગ કરી 55 રન બનાવ્યા હતા. જ્યારે બરોડાની ટીમે યસ્તીકા ભાટીયાના 28 રન મદદથી 16 ઓવરમાં 4 વિકેટના ભોગે 56 રન બનાવતાં 6 વિકેટે વિજય થયો હતો. આણંદ-નડીઆદના મેદાન પર આ ટુર્નામેન્ટમાં ગુજરાત, વડોદરા, મણીપુર, ઝારખંડ, હરિયાણા, નાગાલેન્ડ અને સૌરાષ્ટ્રની મહિલા ટીમો વચ્ચે ક્રિકેટ જંગ ખેલાશે. ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજીત આ ટુર્નામેન્ટના પ્રાયોજક આણંદ ડિસ્ટ્રિકટ ક્રિકેટ એસોસિએશન અને નડિયાદ ક્રિકેટ એસોસિએશન છે.

12થી 21 નવેમ્બર દરમિયાન કુલ 21 મેચો રમાશે. જેમાં 10 મેચ આણંદના શાસ્ત્રી ગ્રાઉન્ડ તથા 11 મેચ નડિયાદની જે એન્ડ જે કોલેજના ગ્રાઉન્ડ પર રમાશે. તમામ મેચો દરમિયાન બીસીસીઆઇ પ્રમાણિત અમ્પાયર, મેચ રેફરી અને સ્કોરર હાજર રહેશે.

આણંદ ક્રિકેટ એસો.ના સૂત્રોએ જણાવ્યું હતું કે, તમામ ટીમોના ખેલાડીઓને હોટલ, ટ્રાન્સપોર્ટેશન, પ્રેકટીસ પીચ, ગ્રાઉન્ડ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત સ્ટેડિયમમાં પ્લેયસરૂમ, રેફરી રૂમ, અમ્પાયર રૂમ, સ્કોરર રૂમ તથા થર્ડ અમ્પાયર માટે એરકંડીશન રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...