તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પેટલાદમાં મસ્જિદ પાસે વાહન પાર્ક કરતા બબાલ : 7 ઇજાગ્રસ્ત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પેટલાદના તાઈવાડમાં મસ્જિદના ગેટ પાસે શુક્રવારે સવારે વાહન મૂકવા બાબતે એક કોમના બે જૂથ વચ્ચે બોલાચાલી થઈ હતી. તે વખતે સમાધાન થઈ ગયું હતું. છતાં સાંજે ફરી એક ઇસમે વાહનો મુકતા લઘુમતી કોમના બે જૂથો ઘાતક હથિયારો સાથે સામસામે આવી પથ્થરો મારો કરતાં 7ને ઇજા પહોંચી હતી. પેટલાદ પોલીસે બંને પક્ષે 17 સામે રાયોટીંગની ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

તાઈવાડા મસ્જીદ પાસે રહેતા મોહમદ રફીકભાઈ શેખે ફરિયાદમાં નોંધાવ્યું છે કે, શુક્રવાર સવારે તેઓ પોતાના વાહનો ઘર નજીક મસ્જિદના ગેટ પાસે મુક્યા હતા. જે અંગે ઈરફાન, સાનુ, ઈમરાન અને મોઈને આવીને તેમના વાહનો હટાવી લેવા જણાવી ઉગ્ર ભાષામાં બોલાચાલી કરી હતી. જોકે, સમાજના કટેલાંક અગ્રણીઓએ વચ્ચે પડીને સમાધાન કરાવ્યું હતું. જોકે, આમ છતાં પુન: સાંજે મસ્જિદ પાસે વાહન મૂકવામાં આવ્યા હતા. જેથી મોડી રાત્રે મોઈન તગીરખાન પઠાણ, કાલુ હૈદરભાઈ શેખ, અલ્લાઉદીન ઈનાયતભાઈ શેખ સહિત ટોળાંએ મોહમદ રફીકને ગળાના ભાગે ધારીયુ માર્યું હતું. યુસુફભાઈ, હનીફભાઈ અને સાઈનાબાનુ છોડાવવા વચ્ચે પડતાં તેઓને પણ લોખંડી પાઈપથી માર માર્યો હતો. ત્યારબાદ બે વાહનોમાં તોડફોડ કરી હતી. તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

બીજી તરફ સામા પક્ષેથી ઈરફાનભાઈ યુસુફભાઈ પઠાણે આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, મોહમદ રફીક મસ્જિદના ગેટ પાસે પોતાના વાહનો મૂકી દઈને રસ્તો બ્લોક કરી દેતો હતો. તે બાબતે ઠપકો આપવા જતાં ઉશ્કેરાયેલા હનીફભાઈ શેખ, આસીફ શેખ, રફીક શેખે હથિયારો લઈ હૂમલો કરતાં 4ને ઈજાઓ થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...