બી. આર. સી. ભવન વઘાસી ખાતે દિવ્યાંગ વિધાર્થીઓના UDID કેમ્પ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ | બી.આર.સી.ભવન વધાસી દિવ્યાંગ વિદ્યાર્થીઓ ના UDID કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં જુદી જુદી દિવ્યાંગતાના કુલ 923 વિધાર્થીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. તમામ વિધાર્થીઓના ઉપસ્થિત વાલીઓ માટે મતદાન અંગે જાગૃતતા ફેલાઈ તે માટે પણ વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા. જેમાં મતદાનની ગંભીરતા માટે ઉપસ્થિત તમામ વાલીને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી અને સિગ્નેચર કેમ્પઈનિંગ દ્વારા તમામ વાલીઓને ‘હું મતદાન અવશ્ય કરીશ જ\\\' તેવા વિશ્વાસ સાથે કાપડના બેનર ઉપર સહી કરીને સમાજમાં મતદાન અંગેની જાગૃતતા અભિયાનમાં સહુ જોડાયા. આ તબક્કે કાર્યક્રમમાં પેટલાદ સિવિલ હોસ્પિટલથી ડોક્ટર્સ ઓઆઈસી રમણભાઈ ઉપસ્થિત રહ્યા હતા.