તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદ શહેરના બે યુવા સાહસિકોને એવોર્ડ એનાયત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આણંદ જિલ્લા સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વસતા ખેડૂતોને જૈવિક ખેતી તરફ વાળવાના અભિગમ સાથે પ્રયત્નશીલ રહેલા આણંદ શહેરના બે યુવા સાહસિકો ડો. હરેશભાઈ પટેલ અને ડો. પલ્કેશભાઈ પટેલને તાજેતરમાં મુંબઈ ખાતે સીએમઓ એશિયા એવોર્ડથી સન્માનિત કરાયા છે.

સમગ્ર ભારતમાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખેડૂતોની આવક બમણી થાય તેમજ ખેડૂતો જૈવિક ખેતી તરફ વળે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવે છે ત્યારે બીજી તરફ આણંદ શહેર પાસે આવેલા મોગરી ગામે રહેતા બે ખેડૂત યુવકો હાલમાં ખેડૂતો જૈવિક ખેતી તરફ વળે તે માટે છેલ્લાં કેટલાંય સમયથી પ્રયાસ હાથ ધરાયા છે. આ અંગે વાત કરતા ડો. હરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, તેઓ તેમજ તેમના ભાઈ પલ્કેશભાઈ ગામડામાં વસતા ખેડૂતોનું આર્થિક રીતે ભરણ પોષણ સારૂં થાય તેમજ તેમની અાવકમાં વધારો થાય તેને અમે પ્રાધાન્ય આપી તે દિશામાં પ્રયત્નશીલ રહીએ છીએ. જો ખેડૂતો જૈવિક ખેતી તરફ વળે તો ઓછા ખર્ચે તેઓ વધુ આવક મેળવી શકે છે. કામા અોર્ગોનિક,મોગરી દ્વારા સમગ્ર ગુજરાતમાં ઝેરમુક્ત ખેતી અને ખેડૂત બચાવો અભિયાન અંતર્ગત વિવિધ કામગીરી હાથ ધરવામાં આવે છે. કામગીરીને ધ્યાનમા ંરાખીને જ સીએમઓ એશિયા દ્વારા એવોર્ડ માટે બંને ભાઈઓની પસંદગી કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો