તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખંભાતમાં રાત્રે ફરી હુમલો : બે યુવક ગંભીર, PSIને માથામાં 3 ટાંકા આવ્યા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખંભાતમાં ડીજે વગાડવાના મામલે રવિવારે બપોરે બે કોમ વચ્ચે પથ્થરમારો, સરકારી તેમજ ખાનગી વાહનોની તોડફોડ, મકાનોમાં આગચંપીના બનાવ બન્યા હતા. જે સંદર્ભે પોલીસે મોડી રાત્રે 52 આરોપી અને બંને કોમના 900 શખ્સોના ટોળાં વિરૂદ્ધ હત્યાનો પ્રયાસ, રાયોટિંગ સહિતનો ગુનો દાખલ કરી કવાયત હાથ ધરતાં 19 આરોપીઓને ઝડપાયા હતાં.

બીજી તરફ રવિવારે મધરાત્રે મૂળ મેતપુરની ઉદયપાર્ક સોસાયટીમાં રહેતો આકાશ બીપીન પરમાર તેના મિત્ર વિરાજ રાજેશ રાઠોડને મૂકવા માટે નાના કલોદરા જતો હતો. ત્યારે શક્કરપુર પાસે કેટલાંક લઘુમતિ શખ્સોના ટોળાંએ બંનેનો ઘેરાવો કરી માર માર્યો હતો. બનાવની જાણ થતાં જ બંને કોમના ટોળાં સામ-સામે આવી ગયા હતા અને પથ્થરમારો કર્યો હતો. બંને યુવકોને ગંભીર ઈજા પહોંચી હતી. જોકે, આ બનાવની જાણ લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ સબ ઈન્સ્પેક્ટર એન. ડી. નકુમને થતાં તેઓ કાફલા સાથે સ્થળે પહોંચ્યા ત્યારે કોઈ શખ્સે તેમના માથાના ભાગે દંડાથી માર માર્યો હતો. જેમાં તેમને ત્રણ ટાંકા આવ્યા હતા. આ બંને બનાવ સંદર્ભે આકાશ બીપીન પરમાર અને પીએસઆઈ એન.ડી. નકુમે ખંભાત શહેર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે રાયોટીંગનો ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

નોંધનીય છે કે, ખંભાતના અકબરપૂરામાં 20 દિવસ અગાઉ લગ્ન પ્રસંગમાં ડી.જે.વગાડાવા બાબતે થયેલા ઝઘડાની અદાવત રાખી રવિવારે બે કોમ સામે સામે આવી જતાં મામલો બિચકાયો હતો. જો કે, સોમવારે કોઇ અનિચ્છનીય બનાવ બનવા પામ્યો ન હતો અને પોલીસ બંદોબસ્ત સાથે અજંપા ભરી શાંતિ જોવા મળી હતી.

ધરપકડ કરાયેલા શખસો | તરૂણ કાળીદાસ ચુનારા, શંકર વિઠ્ઠલ ચુનારા, મુકેશ મનહર ચુનારા, મુકેશ કંચન ચુનારા, અરવિંદ ડાહ્યા ચુનારા, મનોજ ચંદુ ચુનારા, ભીમા મફત ચુનારા, અલ્પેશ પૂજા ચુનારા, અક્ષય મથુર ચુનારા, રોહિત વિજય ચુનારા, મહોમ્મદ અબ્બાસયુસુફમિયાં સૈયદ, બિસ્મીલ્લા અબ્દુલ મલેક, કાસમખાન રહેમાનખાન પઠાણ, અબ્દુલહબીબ કાસમ મલેક, શબ્બીર બિસ્મીલ્લા મલેક, ઐયુબ ઉર્ફે પબ્લર રફીક મલેક, ઈમ્તીયાઝખાન મહોમ્મદખાન પઠાણ, અકબરહુસૈન ગુલામહુસૈન શેખ અને અબ્દુલહમીદ ઉર્ફે અબ્દુલ ઉસ્માન મલેકનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો