તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોરસદ ખાતે દિવ્યાંગ મતદારોએ મતદાન કરવાનો સંકલ્પ લીધો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી 2019નું મતદાન 23મી એપ્રિલે યોજાનાર છે.જેમાં આણંદ જિલ્લામાં 5097 દિવ્યાંગ મતદારો નોંધાયા છે. દિવ્યાંગ મતદારો પોતાના મતદાનના હક્કનો ઉપયોગ કરીને સારી રીતે મતદાન કરી શકે તે માટે જીલ્લા ચુંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ હાથ ધરાયા છે.જેના ભાગરૂપે બોરસદ ખાતે વનિતા ફાઉન્ડેશન અને ઉપહાર ફાઉન્ડેશન નિસરાયાના સંયુક્ત પ્રયાશે દિવ્યાંગ મતદારો માટે EVM અને VVPATનું નિર્દશન કરવામાં આવ્યુ હતું.

જેમાં મતદાનમથક પર તેમને અપાતી સુવિધાઓની માહિતી આપવામાં આવી હતી. તેમજ દિવ્યાંગ જનોને મતદાન કેવી રીતે કરવું તેના માટેનું ડેમોનસ્ટ્રેશન કરવામાં આવ્યું. તેમજ જિલ્લામાં ચાલી રહેલા દિવ્યાંગ મતદાન જાગૃતિના ભાગ સ્વરૂપે નોડલ અધિકારીએ તમામ દિવ્યાંગ મતદારોને મતદાન અવશ્ય કરવા પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ તમામ દિવ્યાંગ મતદારોએ સાથે મળીને મતદાન અવશ્ય કરીશુ તેવો સંકલ્પ નોડલ અધિકારીની હાજરીમાં લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...