તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નાપાડ વાંટામાં વધુ એક લગ્ન, તકેદારીના પગલે આરોગ્યની 1 ટીમ પહેલાંથી તૈનાત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આણંદના નાપાડ વાંટા ગામે રવિવારે લગ્ન સમારોહ દરમિયાન બપોરે ભોજન લીધા બાદ મોટી સંખ્યામાં જાનૈયા સહિત 2000 મહેમાનો ફૂડ પોઇઝીનીંગનો ભોગ બન્યા હતાં.આણંદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રસોઇમાં બનાવેલો ગાજરનો હલવો, ફૂલવડી, શાકના નમૂના લઇને ભૂજ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જ્યારે અન્ય ત્રણ જગ્યા પર ભોજન પુરુ થઇ ગયું હોવાથી સેમ્પલ લઇ શકાયા નથી. આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રાતે તાલુકાના તમામ પીએચસી કેન્દ્રના ડોકટરો અને સ્ટાફને કામે લગાડી દીધો હતો.જેના કારણે મોટાભાગના લોકોની તબિયતમાં રાત્રે સુધારો જોવા મળ્યા હતા. જોકે, 5 જણાંને થોડી અસર જોવા મળી હતી.સોમવારે નાપાડ ગામે વધુ એક લગ્ન સમારોહ હોવાથી તકેદારીના ભાગરૂપે આરોગ્યની ટીમ પહેલાથી જ તૈનાત કરવામાં આવી હતી.

નાપાડ વાંટા ગામે જલલાભાઇ રાઠોડની બે દિકરીઓના લગ્ન હોવાથી બોરસદ તાલુકાના નાપા વાંટા ગામથી તથા વલસાડથી જાન આવી હતી. આ ઉપરાંત મહેમાનો અને ગ્રામજનો મળીને 4500 લોકોએ બપોરે ભોજન લીધ હતું. તેમજ આ ઉપરાંત ગામમાં અન્ય ત્રણ જગ્યાએ લગ્ન હતાં. જેમાં લોકો મોટી સંખ્યામાં ભોજન લીધું હતું. સાંજના 5 વાગ્યાબાદ અચાનકજ નાપા વાંટા ગામથી જાનમાં આવેલા લોકોને ફૂડ પોઇઝનીંગની અસર જણાઇ હતી. હાલમાં મોટાભાગના દર્દીઓની હાલત સુધારા પર છે.

મોટા ભાગના લોકોની તબિયતમાં રાત્રે સુધારો જોવા મળ્યાે
રવિવારે ચાર લગ્નો હતા
નાપાડવાંટા ગામે જલાલભાઇ રાઠોડના ઘરની મુલાકાત લેતા જણાવ્યું હતું કે, અમારે ત્યાં 4500 વ્યકિતઓ માટે ભોજન બનાવ્યું હતું.તેમજ અન્ય ત્રણ લગ્ન ગામમાં હતા. જેથી ગ્રામજનો બંને જગ્યાએ ગયા હતા. તેઓ કયાં ભોજન લીધુ તેની ખબર નથી. પરંતુ અમારા પરિવારના સભ્યો અને આજુબાજુના પડોશીઓમાંથી કોઇને તબિયય બગડી નથી. ખોરાકી ઝેરની અસર ક્યાંથી થઇ તે હજુ ખબર પડી નથી.

14 ડોક્ટરોની ટીમ કામે લગાડી દેવાઇ
જિલ્લા આરોગ્ય અધિકારી એમ.ટી.છારીએ જણાવ્યું હતું કે, ફૂડ પોઇઝનિંગના પગલે 14 ડોક્ટરો સાથે ટીમ કામે લગાડી છે. બોસરદ, કરમસદ, આણંદની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. હાલ મોટાભાગના દર્દીઓની સ્થિતિ સારી જણાતા તેમને 108 અને ખાનગી વાહનોમાં ઘરે મોકલી દેવામાં આવ્યાં છે.આણંદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી રાણાએ જણાવ્યું હતુ કે,નાપાડ વાટા ગામે જઇને રસોઇમાં બનાવેલ ગાજરનો હલવો, ફૂલવડી, શાકના નમૂના લઇને ભૂજ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ બાદ આગળની તપાસ હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો