અંજલી પટેલ ગુજરાત અંડર-19 મહિલા ટીમનું સુકાન સંભાળશે

ગુજરાત અંડર 19 મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટનપદે વિદ્યાનગરની અંજલિ પટેલે ત્રીજી વખત સ્થાન મેળવ્યું છે. ગોવા ખાતે 12મી...

DivyaBhaskar News Network | Updated - Feb 12, 2019, 02:02 AM
Anand News - anjali patel will take charge of the under 19 women team 020204
ગુજરાત અંડર 19 મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટનપદે વિદ્યાનગરની અંજલિ પટેલે ત્રીજી વખત સ્થાન મેળવ્યું છે. ગોવા ખાતે 12મી ફેબ્રુઆરી થી 24મી ફેબ્રુઆરી દરમિયાન વિદર્ભ, ત્રિપુરા, જમ્મુ-કાશ્મીર, ગોવા, સૌરાષ્ટ્ર, ઓડિસા અને તામિલનાડુની ટીમો સામે અંજિલ પટેલ ગુજરાત ટીમનું સુકાન સંભાળશે.

તારાપુર તાલુકાના પચેગામના વતની અને વિદ્યાનગરમાં રહેતી અંજલિ પટેલ આઠેક વર્ષથી આણંદ જિલ્લા ક્રિકેટ એસોશિએશન સાથે સંકળાયેલી છે.ગુજરાત ક્રિકેટ એસોશિએસન દ્વારા અંડર 19 મહિલા વન ડે ક્રિકેટ ટીમની પસંદગી કરવામાં આવી હતી. જેમાં આણંદ એન.એસ.પટેલ આર્ટસ કોલેજના પ્રથમ વર્ષની વિદ્યાર્થીની અંજલિ પટેલ જમણેરી ઓપનીંગ પ્લેયર તરીકે પસંદગી કરવામાં આવી હતી. મેદાન પર તેની વ્યુહરચનાને ધ્યાનમાં લઇને ગુજરાત વન ડે અંડર-19 મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન તરીકે પસંદગી કરવામાં આવી છે.

X
Anand News - anjali patel will take charge of the under 19 women team 020204
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App