તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આણંદના વોર્ડ નં.4 પાણીની તંગી : આવેદનપત્ર અપાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ શહેરના વોર્ડ નં.4માં અનેક સોસાયટીઓમાં છેલ્લા 15 દિવસથી પીવાના પાણીની તંત્રી છે. આથી મહિલાઓએ આણંદ પાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર સુપ્રત કર્યુ હતું. તાત્કાલિક પીવાના પાણીની સમસ્યાનું નિરાકધરણ લાવવા માટેની ઉગ્ર રજૂઆત કરી હતી.

વોર્ડ નં.4ના કાઉન્સિલર મદીના શેખ, ઇસ્માઇલ શેખ અને સિરાજભાઈની આગેવાની હેઠળ સ્થાનિક મહિલાઓનું ટોળુ આણંદ નગરપાલિકાના સંકુલમાં આવી પહોંચ્યુ હતું. તેમણે આણંદ નગરપાલિકા પ્રમુખ કાંતિભાઈ ચાવડા અને ચીફ ઓફિસર આર. પી. જોષી સમક્ષ પીવાના પાણીની તંગી હોવાની ઉગ્ર રજૂઆતો કરી હતી. કાઉન્સિલર મદીનાબેન ઇસ્માઇલભાઈ શેખે રજૂઆત કરી હતી. કે, વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરી છે. અગાઉ ગંદુ પાણી આવતું હતું. હવેથી પાણી આવતું નથી. સબીના સોસાયટી, ઉમ્મીદનગર, મીના પાર્ક તથા આસપાસની સોસાયટીઓમાં મહિલાઓને પીવાના પાણી ભરવા માટે વલખાં મારવા પડે છે.

જગ્યા આપો તો સમસ્યાનો નિકાલ આવશે
આણંદ નગરપાલિકાના ચીફ ઓફિસર આર. પી. જોષીએ આવેદનપત્ર સ્વીકાર્યુ હતું. ત્યારબાદ તેમણે જણાવ્યું હતું કે, તે વિસ્તારમાં પાલિકા પાસે કોઇ જગ્યા નથી. જો કોઇ સોસાયટીમાંથી કોમના પ્લોટમાંથી થોડી જગ્યા ફાળવવામાં આવે તો નવો બોર પાલિકા બનાવી આપશે. આ બોર માટેના નાણાં અગાઉથી પાલિકાએ મંજૂર કરી રાખ્યા છે. અગાઉ અનેકવાર કહ્યું હતું કે, અમારી પાસે બજેટ છે. તમે માત્ર જગ્યા આપો તો નવો બોર બનવાથી તમારી પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે.

અન્ય સમાચારો પણ છે...