તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અાણંદના નાની ખોડિયારમાં ગટરો ઉભરાતાં રહીશો ત્રસ્ત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ સો ફુટ રોડથી નાની ખોડીયાર મંદિર તરફ જવાના માર્ગ પર આણંદ નગરપાલિકા દ્વારા નવી ગટર લાઇન બનાવવામાં આવી છે. ત્યારે તંત્ર દ્વારા ગટર લાઇનનું જોડાણ આપ્યુ નહીં હોવાથી ઠેર-ઠેર ગટરનું ગંદુ પાણી ઉભરાતું હોય છે. જેના પગલે સ્થાનિક રહીશોને રોગચાળો ફાટી નીકળે તેવો ભય સતાવી રહ્યો છે.

આણંદ નગરપાલિકા દ્વારા ગંગદેવનગર વિસ્તારમાં આવેલી સોસાયટી વિસ્તાર અને નાની ખોડીયાર મંદિર રોડ પર આવેલા ક્રિષ્ના વિલા કોમ્પલેકસ પાસે પસાર થતી ગટરલાઇનનું પાણી દરરોજ ઉભરાતું હોય છે. જેના લીધે અસહ્ય પ્રમાણમાં દુર્ગંધ ફેલાતી હોય છે. પાલિકા તંત્ર દ્વારા નવી બનાવેલી ગટર લાઇન ચોકઅપ થઇ ગયેલી છે. સ્થાનિક રહીશ રમેશભાઈ પ્રજાપતિ દ્વારા આણંદ પાલિકા ચીફ ઓફિસર સમક્ષ લેખિતમાં રજુઆત કરવા છતાં પરિણામ શૂન્ય આવતું હોય છે.આણંદ નગરપાલિકા હાઇડ્રોલિક એન્જિનિયર વિજયભાઈ સોનીએ જણાવ્યુ હતું કે, ખોડિયાર નગર મંદિર વિસ્તારમા ગટર લાઇન ઉભરાતી હોવાની ફરિયાદ મળી છે. નવી ગટર લાઇન બનાવવામાં આવી છે. જેનું લાંભવેલ ઓકસીટેશન પ્લાન્ટમાં ટુંક સમયમાં જોડણ આપવામાં આવનાર છે. ત્યારબાદ સમગ્ર વિસ્તારમાં ગટર ઉભરાતી હોવા પ્રશ્નનું નિરાકરણ આવી જવા પામશે.

ઉલ્લેખનીય છે કે આણંદ નગરપાલિકા દ્વારા રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી કરોડો રૂપિયાના ખર્ચે નવીન ગટર લાઇન બનાવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...