આણંદના વકીલોએ પડતર માંગણી અંગે રજૂઆત કરી

Anand News - anand39s lawyers introduced the demand for the cost 020226

DivyaBhaskar News Network

Feb 12, 2019, 02:02 AM IST
આણંદ જિલ્લાના વકીલોએ પડતર માંગણીઓ અંગે ગુજરાત બાર કાઉન્સિલના સભ્ય અને એડવોકેટ સી.કે.પટેલ આગેવાની હેઠ‌ળ કલેકટર દિલીપ રાણાને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી.

ધારાશાસ્ત્રીઓ પડતર માંગણીઓ અંગે 2014માં સરકારમાં રજૂઆત કરી હતી.જેમાં ધારાશાસ્ત્રીઓ માટે બેઠક વ્યવસ્થા,ચેમ્બરની સવલતો,લાઇબ્રેરી, ઇ-લાઇબ્રેરી તેમજ સ્વચ્છતા માટે સ્ત્રી તથા પુરૂષ માટે અગલ શૌચાલયની વ્યવસ્થા, વકીલો તથા તેમના વારસદારોને વીમા કવચ પુરૂ પાડવું, કાનુની સત્તા સેવા મંડળના અધિનિયમમાં જરૂરી સુધારાવધારા કરી તેમાં વકીલોની સેવા લેવાનો અનેતેમને જરૂરી નાણાંકિય વળતર આપવા માટે સહિતની માંગણી ઓ અંગે કોઇ ઉકેલ આવતો નથી. જેથી આણંદ વકીલોએ ભેગા મળીને કલેકટર દિલીપ રાણાને રજૂઆત કરીને સરકારમાં રજૂઆત પહોંચાડવા જણાવ્યું હતું.

X
Anand News - anand39s lawyers introduced the demand for the cost 020226

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી