તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આણંદની ધોળાકૂવા પ્રા.શાળાના બાળકોનો કબડ્ડી, કોથળા દોડ સહિતમાં ઉત્કૃષ્ટ દેખાવ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદના બાકરોલની ધોળાકુવા પ્રા.શાળામાં નગરશિક્ષણ સમિતિ દ્વારા બે તબકકામાં રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો.

આ રમતોત્સવમાં ધોરણ 6 થી 8 ના બાળકો માં કબડ્ડી, ખો-ખો, લાંબી કૂદ, ગોળા ફેંક, 100 મી દોડ અને યોગ જેવી સ્પર્ધાઓમાં અને ધોરણ 1 થી 5 માં લીંબુ ચમચી, ત્રિપગી દોડ, લંગડી, અને કોથળા દોડ જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળા ના બાળકો એ પોતાની પસંદગી ની રમતો માં આવડત મુજબ ભાગ લીધો હતો. જેમાં ધોરણ 8માં અભ્યાસ કરતાં વિદ્યાર્થી દિપકભાઈ મનુભાઈ પરમારે લાંબી કૂદ માં ભાગ લીધો હતો અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. આ સાથે શાળાનું નામ પણ રોશન કર્યું હતું. તમામ વિદ્યાર્થીઓ એ ખૂબ જ ખેલદિલી પૂર્વક સ્પર્ધામાં ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...