તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આણંદમાંથી ચોરેલી 10 મોંઘીદાટ સાઇકલો વેચવા નીકળેલો પકડાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ પાસેના બાકરોલ-લાંભવેલ રોડ પરથી વિદ્યાનગર પોલીસે બાતમીના આધારે એક રીઢા સાઈકલ ચોરને ઝડપી પાડ્યો હતો.

આણંદ પાસેના બાકરોલ-લાંભવેલ રોડ પર એક શખ્સ ચોરીની સાઈકલ સાથે ઊભો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે પોલીસ તુરંત પહોંચી ગઈ હતી. અને તેની પાસેની સાઈકલના બિલ અંગેની માંગણી કરી હતી. જોકે, તે સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો. વધુમાં તેની પાસે કે તેના ઘરેથી કોઈ બિલ આપી શક્યો નહોતો. પોલીસે સઘન પૂછપરછ કરતાં તેણે તેનું નામ જેમ્સ મેકવાન હોવાનું અને તે સંદેશર ખાતે રહેતો હોવાનું ખૂલ્યું હતું. તેણે આ સાઈકલ સવા મહિના અગાઉ વિદ્યાનગર ભાઈકાકા બાલ ક્રિડાંગણની બહારથી ચોરી કરી હોવાનું કબુલ્યું હતું. આ સિવાય આણંદ શહેરમાંથી અલગ-અલગ જગ્યાએથી તેણે 10 સાઈકલ ચોરી કરી હોવાનું પણ પોલીસને જણાવ્યું હતું. નોંધનીય છે કે, અગાઉ પણ વર્ષ 2017માં તેણે 109 સાઈકલ ચોરી સસ્તામાં વેચી દેતો હતો. હજુ પણ ત્રીસ સાઈકલો તેની પાસેથી મળવાની શક્યતા હોય પોલીસે તેને રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...