તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આણંદ બેઠક : કોંગ્રેસના ઇશ્વરસિંહ 4 વખત ચૂંટાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહારાષ્ટ્રમાંથી ગુજરાત છુટુ થયા બાદ આણંદ લોકસભા બેઠક અગાઉ ખેડા દક્ષિણ તરીકે ઓળખાતી હતી. ત્યારથી અત્યાર સુધી યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં સોલંકી પરિવારનું દબદબો જોવા મળ્યો છે. જેમાં કોંગ્રેસના પીઢ નેતા ઇશ્વર ચાવડા 1980,1984, 1991 અને 1996માં ચાર વખત ચૂંટાયા હતા. આમ ઇશ્વર ચાવડા આણંદ લોકસભા બેઠક પર સૌથી વધુ વખત ચૂંટાયા છે. જ્યારે તેમનો પૌત્ર ભરત સોલંકી 2004, 2009માં ચૂંટાયા હતા. આ આ બેઠક પર છેલ્લા ત્રણ દાયકાથી સોલંકી પરિવારનો દબદબો જોવા મળે છે.

કોંગ્રેસના પીઢ નેતા અને સ્વાતંત્ર સેનાની ઇશ્વર ચાવડાએ બોરસદ, આંકલાવ પંથકમાં સમાજ જાગૃતિ સાથે લોકો શિક્ષિત થાય તે માટે બોરસદ છાવણીમાં રહી સતત પ્રયત્નશીલ રહ્યા હતા. અને આ વિસ્તારમાં બુનિયાદી સ્કૂલો ઉભી કરીને ગામડામાં શિક્ષિણ વધારવાનો શ્રેય ઇશ્વર ચાવડાને જાય છે. તેઓની આ ઓળખના પગલે જ આ બેઠક પર ચાર વખત ચૂંટાયા હતા. તેમા પૌત્ર ભરતસિંહ સોલંકીના આ બેઠક પરથી બે વખત ચૂંટાઇને કેન્દ્રમાં મંત્રી રહી ચૂક્યા છે. જ્યારે ઇશ્વર ચાવડાના જમાઇ માધવસિંહ સોલંકી પણ બોરસદ વિધાનસભાના બેઠક પર ચૂંટાઇને ગુજરાતના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. અને હાલ ઇશ્વર ચાવડાના પરિવારના અમિત ચાવડા પણ આંકલાવ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઇ છે. અને હાલ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સેવા આપી રહ્યા છે. આણંદ બેઠક પર સોલંકી પરિવારનું પ્રભુત્વ વર્ષોથી જોવા મળે છે.જ્યારે ભાજપનો વિજય ત્યારે કોઇ મુદ્દો દેશવ્યાપી બની જાય ત્યારે થયો છે. 1989માં રામ મંદિરના મુદ્દાને લઇને આ બેઠક પર સૌ પ્રથમ વખત ભાજપે કબજે કરી હતી. જ્યારે 2014માં દેશવ્યાપી નરેન્દ્ર મોદીની લહેરમાં જંગી મતોથી ભાજપના સાંસદ દિલીપભાઈ પટેલ ચૂંટાયા હતા. આમ જોઇએ. જ્યારે ઉંચુ મતદાન તથા શહેરી વિસ્તારોમાં વધુ મતદાન થયું છે. ત્યારે ભાજપે બેઠક મેળવી છે. આમ આણંદ બેઠક પર ક્ષત્રિય સમાજના ઉમેદવાર 10 વખત જીત્યા છે. 3 વખત પટેલ સમાજના ઉમેદવાર વિજેતા બન્યા છે.

ક્ષત્રીય સમાજના ઉમેદવાર 10 વાર, 3 વાર પટેલ સમાજના ઉમેદવાર વિજેતા
વર્ષ વિજેતા ઉમેદવાર પક્ષ

1962 એન. આર.મહીડા સ્વતંત્ર પક્ષ

1967 એન આર. મહીડા કોંગ્રેસ

1971 નટરસિંહ સોલંકી સંસ્થા કોંગ્રેસ

1977 અજીતસિંહ ડાભી કોંગ્રેસ

1980 ઇશ્વરસિંહ ચાવડા કોંગ્રેસ

1984 ઇશ્વરસિંહ ચાવડા કોંગ્રેસ

1989 નટુભાઈ પટેલ ભાજપ

1991 ઇશ્વરસિંહ ચાવડા કોંગ્રેસ

1996 ઇશ્વરસિંહ ચાવડા કોંગ્રેસ

1999 દિપકભાઈ પટેલ ભાજપ

2004 ભરત સોલંકી કોંગ્રેસ

2009 ભરત સોલંકી કોંગ્રેસ

2014 દિલીપભાઈ પટેલ ભાજપમહારાષ્ટ્રમાંથી ગુજરાત છુટુ થયા બાદ આણંદ લોકસભા બેઠક અગાઉ ખેડા દક્ષિણ તરીકે ઓળખાતી હતી. ત્યારથી અત્યાર સુધી યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં સોલંકી પરિવારનું દબદબો જોવા મળ્યો છે. જેમાં કોંગ્રેસના પીઢ નેતા ઇશ્વર ચાવડા 1980,1984, 1991 અને 1996માં ચાર વખત ચૂંટાયા હતા. આમ ઇશ્વર ચાવડા આણંદ લોકસભા બેઠક પર સૌથી વધુ વખત ચૂંટાયા છે. જ્યારે તેમનો પૌત્ર ભરત સોલંકી 2004, 2009માં ચૂંટાયા હતા. આ આ બેઠક પર છેલ્લા ત્રણ દાયકાથી સોલંકી પરિવારનો દબદબો જોવા મળે છે.

કોંગ્રેસના પીઢ નેતા અને સ્વાતંત્ર સેનાની ઇશ્વર ચાવડાએ બોરસદ, આંકલાવ પંથકમાં સમાજ જાગૃતિ સાથે લોકો શિક્ષિત થાય તે માટે બોરસદ છાવણીમાં રહી સતત પ્રયત્નશીલ રહ્યા હતા. અને આ વિસ્તારમાં બુનિયાદી સ્કૂલો ઉભી કરીને ગામડામાં શિક્ષિણ વધારવાનો શ્રેય ઇશ્વર ચાવડાને જાય છે. તેઓની આ ઓળખના પગલે જ આ બેઠક પર ચાર વખત ચૂંટાયા હતા. તેમા પૌત્ર ભરતસિંહ સોલંકીના આ બેઠક પરથી બે વખત ચૂંટાઇને કેન્દ્રમાં મંત્રી રહી ચૂક્યા છે. જ્યારે ઇશ્વર ચાવડાના જમાઇ માધવસિંહ સોલંકી પણ બોરસદ વિધાનસભાના બેઠક પર ચૂંટાઇને ગુજરાતના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. અને હાલ ઇશ્વર ચાવડાના પરિવારના અમિત ચાવડા પણ આંકલાવ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઇ છે. અને હાલ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સેવા આપી રહ્યા છે. આણંદ બેઠક પર સોલંકી પરિવારનું પ્રભુત્વ વર્ષોથી જોવા મળે છે.જ્યારે ભાજપનો વિજય ત્યારે કોઇ મુદ્દો દેશવ્યાપી બની જાય ત્યારે થયો છે. 1989માં રામ મંદિરના મુદ્દાને લઇને આ બેઠક પર સૌ પ્રથમ વખત ભાજપે કબજે કરી હતી. જ્યારે 2014માં દેશવ્યાપી નરેન્દ્ર મોદીની લહેરમાં જંગી મતોથી ભાજપના સાંસદ દિલીપભાઈ પટેલ ચૂંટાયા હતા. આમ જોઇએ. જ્યારે ઉંચુ મતદાન તથા શહેરી વિસ્તારોમાં વધુ મતદાન થયું છે. ત્યારે ભાજપે બેઠક મેળવી છે. આમ આણંદ બેઠક પર ક્ષત્રિય સમાજના ઉમેદવાર 10 વખત જીત્યા છે. 3 વખત પટેલ સમાજના ઉમેદવાર વિજેતા બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...